તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

7 ડિસેમ્બરે શહેર કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ�ઓ, ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા રમત-ગમત અધિકારી કચેરી ભાવનગર શહેર સંચાલિત શહેર કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા આયોજન તા.7 ડિસેમ્બરને બુધવારે યોજવામાં આવી છે. શહેર વિભાગની સ્પર્ધામાં ભાગ લેનારા બાળકોને કચેરી દ્વારા વિગતવાર પ્રવેશપત્રો આપવામાં આવ્યા છે. તે તમામને બુધવારે સવારે 9 કલાકે હાજર થવા જણાવાયું છે.

તા.7 ડિસેમ્બરને બુધવારે સવારે 9.30 કલાકે શહેરના યશવંતરાય નાટ્યમૃહ ખાતેના મુખ્ય સ્ટેજ પર ક્રમશ: યોજાનાર સ્પર્ધા�ઓમાં લોકગીત, લગ્નગીત, સમૂહ ગીત, લોક નૃત્ય, એકપાત્રિય અભિનય યોજાશે જ્યારે મિનિ હોલમાં સવારે 9.30 કલાકે વક્તૃત્વ, દોહા, છંદ, ચોપાઇ, ભજન, લોક વાદ્યની સ્પર્ધા યોજાશે. તો ફોયર વિભાગમાં સવારના 9.30 કલાકથી ચિત્રકલા, સર્જનાત્મક નિબંધ સ્પર્ધા યોજાશે. પ્રવેશપત્રોની સંખ્યાને ધ્યાને લઇને કાર્યક્રમ ગોઠવવામાં આવ્યા છે. વક્તૃત્વ સ્પર્ધાના વિષયો 24 કલાક અગાઉ જાહેર કરાશે. બાળ પ્રતિભા શોધ માટે વય મર્યાદા 7થી 10 વર્ષના વિભાગ અને 11થી 13 વર્ષના વિભાગ અને 7થી 13 ખુલ્લા વિભાગ માટે રહેશે તેમ રમતગમત અધિકારી અરૂણ ભલાણીએ જણાવ્યું છે. શહેર કક્ષાની સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા કલાકાર સ્પર્ધકો આગામી તા.17 અને 18 ડિસેમ્બરે જામનગર ખાતે યોજાનારી પ્રાદેશિક કક્ષાની સ્પર્ધા�ઓમાં ભાવનગરનું પ્રતિનિધિત્વ કરશે. વધુ માહિતી માટે જિલ્લા રમતગમત અધિકારી, બહુમાળી ભવન, ભાવનગર ખાતે સંપર્ક કરવો. ભાવનગર શહેર કક્ષાની યુવા સ્પર્ધામાં બાળ પ્રતિભાઓ જુદી જુદી સ્પર્ધાઓમાં પોતાનામાં પડેલી શક્તિઓને દર્શાવશે અને તેને પ્રગટ કરશે.

વિજેતાઓ પ્રાદેશિક કક્ષાએ ભાગ લેશે

યશવંતરાય નાટ્યગૃહ ખાતે બે દિવસ વિવિધ સ્પર્ધાઓનું કરાયેલું આયોજન

અન્ય સમાચારો પણ છે...