તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

1લીએ પગાર : કર્મીઓની કફોડી હાલત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્વેસ્ટિગેશન રિપોર્રટ | ભાવનગર | 29 નવેમ્બર

રૂ.500અને 1000ની નોટ બંધ કર્યાને 20 િદવસ થવા છતાં આજે પણ બેન્ક અને એટીએમની બહાર લોકોની લાઇનો લાગી છે. બેન્કો પાસે પૂરતા નાણાં નહીં હોવાથી લોકોને રૂપિયા મળતા નથી અને લોકો વીલા મોઢે પરત ફરે છે ત્યારે બે િદવસ બાદ ખાનગી કંપનીઓ અને સરકારી કર્મચારીઓને પણ પગાર ચૂકવવાનો વારો આવશે. ભાવનગર િજલ્લામાં કોર્પોરેશન, પંચાયત અને રાજ્ય સરકારા કર્મચારીઓ અને પેન્શનરો મળી અંદાજે કુલ 38,400 કર્મચારીઓનો 80 કરોડ જેવી રકમનો પગાર બેન્કમાં જમા થશે. હાલમાં બેન્કમા નાણાંની અછતને કારણે મુશ્કેલી પડી રહી છે ત્યારે આગામી તા.1લી બાદ નાણાં બાદ નાણાં માટેની િવકટ સ્થિતિ અકલ્પનીય બની રહેશે.

બેન્કોમાં પૂરતા નાણાંના અભાવે પ્રજા ભારે હાડમારી ભોગવી રહી છે. સપ્તાહમાં પોતાના ખાતામાંથી રૂ.24000 ઉપાડવાની RBIએ છૂટ તો આપી પરંતુ બેન્કો પાસે રૂપિયા પૂરતા નહીં હોવાથી લોકો કલાકો સુધી લાઇનોમાં ઉભા રહ્યા બાદ પણ મોટાભાગની બેન્ક દ્વારા રૂ.10,000 આપવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં આગામી બે િદવસ બાદ ખાનગી કંપનીઓ, પેઢીઓ અને સરકારી-અર્ધસરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરોના તા.1લીથી બેન્ક ખાતામાં પગાર જમા થશે.

અનેક કર્મચારીના ઘરનું બજેટ ડામાડોળ થઇ જશે

સરકારીઅને ખાનગી કંપનીઓમાં દુકાનોમાં, પેઢીઓ, કારખાનાઓમાં કામ કરતા કર્મચારીઓને મહીને પગાર થાય તેમાંથી તેઓને ઘર ખર્ચના રૂપિયા ચુકવવાના હોય છે. 1લી તારીખ બાદ લોકો જુદા જુદા નાના-મોટા ખર્ચનું બજેટ બનાવી તેમાંથી પગારના રૂપિયનો ઉપયોગ કરવામાં આવે છે. 1લી તારીખથી કર્મચારીઓના બેન્ક એકાઉન્ટમાં પગાર જમા થશે. પરંતુ પૂરતા ઉપાડી નહીં શકવાને કારણે અનેક લોકોના ઘર ખર્ચના બજેટ ડામાડોળ થઇ જશે.

બેન્કદ્વાર કર્મચારીઓ માટે શું થઇ શકે સુવિધા ?

{બેન્ક દ્વારા સમય વધારી અથવા તો કર્મચારીઓ માટે િનયત સમય આપી શકાય.

{ બેન્કમાં કર્મચારીઓ માટે અલગ લાઇન

{ કચેરીમાં બેન્ક દ્વારા મોબાઇલ એટીએમની વ્યવસ્થા

{ કર્મચારીઓને બેન્ક દ્વારા ટોકન આપી નિયત સમયે બોલાવી શકાય.

કોર્પોરેશનનાકર્મીઓને 10-10 હજાર અપાશે

^1કોર્પોરેશનનાકર્મચારીઓનો તા.1 થી 9 દરમિયાન પગાર જમા થતો હોય છે અને તમામ કર્મચારીઓને પગારના િદવસે રૂ.10-10 હજાર મળી રહે તેવી બેન્ક દ્વારા વ્યવસ્થા કરવામાં અાવી છે. >િહતેષજોધાણી, મેનેજરયુબીઆઇ મ્યુ. બ્રાંચ

કોર્પોરેશન, પંચાયત, સરકાર અને ખાનગી કંપનીઓના હજારો કર્મચારીઓનો કરોડો રૂપિયાનો પગાર બેન્કમાં જમા થશે પરંતુ રોકડના અભાવે પૂરતા રૂપિયા મળી શકશે નહીં

હાડમારી | 24 હજાર ઉપાડવાની છૂટ પરંતુ 10 હજાર લેવામાં પણ નાકે દમ આવી જાય

અન્ય સમાચારો પણ છે...