તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિવેજ પ્લાન્ટમાં નિરમાવાળી થાય તે જોજો : ભરતભાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર, ભાવનગર |29 નવેમ્બર

ભાવનગરશહેરમા ંબે દાયક પહેલા નિરમા દ્વારા મ્યુ. નંુ દૂષિત પાણી લઇને સામેથી પૈસા આપવાની વાત કરી હતી, જેમાં બોર્ડે સમર્થન પણ આપ્યંુ હતંુ. પરંતુ પાછળથી કોઇ કારણોસર પ્રોજેકટ ટલ્લે ચડાવી દેવાયો છે. આવી રીતે હાલમાં રૂવાપરી રોડ પર એકસેલ ક્રોપ કેર અને કંુભારવાડામાં કરોડો રૂપિયાના ખર્ચાયા છે તો નિરમા વાળી થાય તે જોજો તેવી લાગણી વિપક્ષ સભ્ય ભરતભાઇ બુધેલીયાએ વ્યકત કરી હતી.

મ્યુ. કોર્પોરેશનની સાધારણ સભામાં તેઓએ હાલમાં કરોડો રૂપિયાના વિકાસના કામોમાં શાસક અને તંત્ર ધ્યાન રાખે. અખિલેશ સર્કલ, મોખડાજી સર્કલ, પિલગાર્ડન સહિતના સર્કલોમાં કરોડો રૂપિયા ખર્ચાય છે, ડિઝાઇન બનાવાય છે, પછી તોડી પડાય છે. આવંુ બધુ કરીને પ્રજાના પૈસાનંુ પાણી થઇ રહ્યંુ હોવાનંુ તેમજ ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો રોષ તેઓએ વ્યકત કર્યો હતો. તેઓએ એમ પણ કહ્યંુ હતંુ કે, વિકાસના કામોમાં વિપક્ષે સાથ આપ્યો છે પણ તેનો મતલબ અે નથી કે, પ્રજાના પૈસાનો ગમે ત્યા વેડફાટ થઇ જાય. મેયર, કમિશનર, સ્ટેન્ડિંગ સહીતને ટાંકીને તેઓએ જણાવ્યંુ હતંુ કે, તેમ વિકાસના કામો પર વોચ રાખજો, લોકોના પૈસા છે. આપણે માત્ર તેના ટ્રસ્ટીઓ છીએ.

અન્ય સમાચારો પણ છે...