• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર મુંબઈની ફ્લાઇટનું ટાઇમટેબલ બદલાવવાની શક્યતા

ભાવનગર - મુંબઈની ફ્લાઇટનું ટાઇમટેબલ બદલાવવાની શક્યતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એર ઇન્ડિયાની 72 સીટની બેઠક વ્યવસ્થા ધરાવતું વિમાન હવે મુંબઈથી ભાવનગર હવે ભાવનગર-મુંબઇ વચ્ચે ઊડાન ભરી રહ્યું છે પરંતુ એ ડેઇલી થયા પૂર્વેથી વારંવાર મોડું પડી રહ્યું હોવાની ફરિયાદ ઊઠવા પામી છે. પ્રથમ દિવસે જ આ ફ્લાઇટ કલાક મોડી ભાવનગર આવી હતી અને ત્યારબાદ કલાક મોડું મુંબઈ પ્રસ્થાન કર્યું હતું. લોકસુત્રોના જણાવ્યા અનુસાર આ ફ્લાઇટ શરૂ થઇ ત્યારથી રોજેરોજ મોડું કરી રહી છે. જો કે ગઇ કાલે વળી આ ફ્લાઇટ પાછી સમય કરતાં વહેલી આવી ગઇ હતી. સમયપ્રત્રક સમસ્યા અંગે પૂછતાં ભાવનગર એરપોર્ટ ડાયરેક્ટર સુધા મુરલીએ કહ્યું કે આ ફ્લાઇટ મુંબઇથી ભાવનગર આવતાં પૂર્વે શીરડી જાય છે. હાલના દિવસોમાં �ઓવર એર ટ્રાફીકના કારણે તે શીરડીથી મુંબઇ મોડી આવે છે તેના કારણે રોજ રોજ મોડું થઇ રહ્યું છે તેમ જણાવાઇ રહ્યું છે. આ બાબતને ભાવનગર એરપોર્ટ �ઓથોરીટીને કોઇ સીધી લેવા દેવા નથી. તે તમામ વ્યવસ્થા કંપનીએ કરવાની છે. તેમ છતાં જો રોજ મોડું થતું હોય તો સમયપત્રકમાં ફેરફાર કરીને પણ ફ્લાઇટ રેગ્યુલર કરવામાં આવે તેવું સૂચન લોકહિતમાં કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...