ભાવનગરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં પાર્કીંગ સમસ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર ¿ ભાવનગર | 26 ફેબ્રુઆરી

ભાવનગર હેડ પોસ્ટ �ઓફીસના સંકુલમાં �ઓફીસ ખુલ્યાના એક કલાક પછી અહીં પોતાના કામે આવેલ વ્યક્તિના નસીબ સારાં હોય તો જ આસાનીથી પોતાનું વાહન પાર્ક કરવાની તક મળે છે. અન્યથા પરિસરમાં વાહન ઠહેરાવી શકાય તેવી જગ્યા મળવી મુશ્કેલ બની જાય છે. અનેક વખત પાર્કીંગ માટે લોકો બૂમ-બરાડા કરતા પણ જોવા મળે છે. પોસ્ટ ઓફીસની આ વિકટ સમસ્યાનું કારણ એ છે કે અહીં માત્ર પોસ્ટ �ઓફીસના કામે આવનારા જ નહીં, કોઇ પણ લોકો પોતાનું વાહન પાર્ક કરવામાં સફળ રહે છે અને અને આખો દિવસ એમ જ પાર્ક રહે તો પણ પછી એમને કોઇ વતાવતું નથી. પોસ્ટમાં જેને ખરેખર કામ પડે છે અને ત્યાં વાહન પાર્ક કરવું જરૂરી જ છે એવા લોકોએ પછી પોતાના વાહન કોર્ટ સંકૂલ અથવા બીજે ક્યાંક પાર્ક કરવા મજબૂર થવું પડતું હોઇ આ સ્થિતિ નિયંત્રિત કરવા માંગ ઊઠી છે.

અત્રે નોંધનીય છે કે પોસ્ટ ઓફીસના કામ સંદર્ભે આવતા ગ્રાહકો તો પોતાના વાહનો પાર્ક કરે જ છે ઉપરાંત પોસ્ટ ઓફીસમાં કામ ન હોય તેવા લોકો પણ અત્રે વાહન પાર્ક કરી પોતાના કામે ચાલ્યા જતા હોવાની પણ ફરીયાદ છે.

અન્ય સમાચારો પણ છે...