સંત પૂ. દિપકભાઇ સાહેબનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમસ્ત સિન્ધી સમાજ દ્વારા સિન્ધી સમાજના મહાન સંત પૂ. દિપકભાઇ સાહેબનો જન્મોત્સવ ભારે ધામધૂમથી ઉજવાશે. આ અવસર દરમિયાન અનેકવિધ ધાર્મીક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગ નિમીત્તે સિન્ધી સમાજમાં અનેરો હર્ષોલ્લાસ પ્રવર્તી રહ્યો છે.

સમસ્ત સિન્ધી સમાજ, (વી.જે.એન.), સેવાદાર મંડળ,સંત વાસુરામ બાલક મંડળી દ્વારા શહેરના સિન્ધુનગરના દેવુમાના ચોક પાસે આવેલા સંત વાસુરામ દુ:ખભંજન આશ્રમમાં સિન્ધી સમાજના મહાન સંત પૂ. દિપકભાઇ સાહેબ (ગુરૂબાબા નંદલાલ ફકીર સાંઇ)નો જન્મોત્સવ પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવાશે. જે અંગેની તૈયારી�ઓને આખરી �ઓપ અપાઇ રહ્યો છે.

આ પ્રસંગે મંગળવારે સવારે 10 કલાકે હવન, સાંજે 7-30 થી 12 સુધી ધર્મપ્રેમી�ઓ, સાધુ સંતો સાથેની સાદસંગતને મશહુર સંત વાસુરામ બાલક મંડળી દ્વારા �ઓરકેસ્ટ્રા મ્યુઝીકલ પાર્ટી સાથે દેવ દેવતા�ઓ, સાધુ સંતોના ભજનકિર્તનનું રસપાન કરાવી મંત્રમુગ્ધ કરાવાશેે. સાંજે 6-30 થી 7-30 સહજી પાઠસાહેબનો ભોગસાહેબ,સાધુ સંતોના દર્શનનો લાભ મળશે. તેમજ કેક કટીંગ અને આતશબાજી પણથશે.

રાત્રે 8 થી 10 સિન્ધુનગરના પ્રભારામ હોલમાં ધર્મપ્રેમી ભાવિકો માટે ખુલ્લા લંગર પ્રસાદનું આયોજન કરાયેલ છે. તા.27મીએ ભાવનગર જિલ્લામાં સિન્ધી સમાજમાં જેમના ઘેર બાળકનો જન્મ થશે તેમને હિરાલાલ નાગદેવ પરિવાર તરફથી ચાંદીની એક મુદ્દાની ભેટ અપાશે.જે માટે તે�ઓએ સ્થાનિક નગરપાલિકાનો જન્મનો દાખલો દિન-5માં રજૂ કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...