ઘરશાળા સામે રેસ્ટ ઓફ ભાવનગર ટીમનો વિજય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સર ભાવસિંહજી ક્રિકેટ કલબ અને ભાવનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત અનિલ ત્રિવેદી-પૂનિત મહેતા મેમોરિયલ અંડર-18 આંતર શાળાકીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન ઘરશાળા સામે રેસ્ટ ઓફ ભાવનગર ટીમનો આસાન વિજય થયો હતો.

આજે સવારે રેસ્ટ ઓફ ભાવનગરની ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારીત 40 ઓવર્સમાં 6 વિકેટે 294 રન નોંધાવ્યા હતા. જેમાં મેહુલ ચોહલાના 101 દડામાં 12 ચોક્કા અને 5 છગ્ગાની મદદથી 135 રન, નિહાર વાઘેલાના 111 દડામાં 15 ચોક્કાની સહાયતાથી 126 રન મુખ્ય હતા. ઘરશાળા વતી પ્રેમ પટેલે 43 રનમાં 5 વિકેટો ખેડવી હતી.

ઘરશાળાની ટીમ 39.5 ઓવર્સમાં 165 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. જેમાં પ્રેમ પટેલના 66 દડામાં 7 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 56, જયદીપ મકવાણાના 36, હર્ષ મકવાણાના 20 રન મુખ્ય હતા. કર્તવ્ય દિવાકરે 3, જય વાજાએ 2 વિકેટો ખેડવી હતી.