હોળીની જ્વાળાઓથી થશે ચોમાસાનો વરતારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાયવ્ય િદશાનો પવન હોય તે ચોમાસા માટે શ્રષ્ઠ

ભાવનગર | 25 ફેબ્રુઆરી
હોળીની જવાળા�ઓ પરથી આગામી ચોમાસાનો વરતારો જાણવા મળે છે. હોળીની જ્વાળાનો ધૂમાડો કઈ દિશામાં જાય છે તેના પરથી ખગોળીય રીતે આગામી ચોમાસુ કેવું રહેશે તેનો અંદાજ તજજ્ઞો કાઢે છે. આથી તા.1 માર્ચને ગુરૂવારે પ્રગટાવનારી હોળીની જ્વાળાની દિશા પરથી આગામી ચોમાસાનો વરતારો કાઢવામાં આવશે.

મેઘાંડબર નામક ગ્રંથમાં જણાવ્યા મુજબ હોળી એ હવામાનશાસ્ત્રના અવલોકન અને અભ્યાસનો ખાસ દિવસ હોવાથી તે દિવસે સાંજે સૂર્યાસ્ત સમયે અને ત્યારબાદ ચાર ઘડીના સમયમાં પવનની દિશા-જવાળા�ઓનો અભ્યાસ કરાય છે. હોળીના પ્રાગટય સમયે ઉત્તર દિશાનો વાયુ હોય તો શિયાળો લાંબો થાય અને સર્વત્ર વરસાદ પણ સારો થાય છે. જયારે પ‌શ્ચિ‌મ દિશાનો વાયુ હોય તો વરસાદ ખંડવૃષ્ટિ થાય અને ચોમાસુ મધ્યમ રહે.

દક્ષિણ દિશાનો વાયુ હોય તો રોગચાળાનો ભય રહે અને પશુ પ્રાણી�ઓને નુકસાન થાય. ઈશાની વાયરો હોય તો ઠંડી ખૂબ પડે અને ઉનાળો મોડો શરૂ થાય. અગ્નિ દિશાનો વાયુ હોય તો દુષ્કાળનો ભય રહે, વરસાદ મોડો અને થોડો થાય. પાણીની ખેંચ રહે. નૈઋત્યને વાયુ હોય તો વરસ સાધારણ ગણવુ, ખંડવૃષ્ટિ થાય વાયવ્ય દિશાનો વાયુ હોય તો વરસાદ સાર્વત્રિક સારો થાય અને ખેતીની ઉપજ સારી રહે. જો આકાશમાં ઘુમરી લેતો અને ચારેય દિશાનો વાયુ હોય તો દુષ્કાળનો ભય રહે, પ્રજા પીડાય છે તે જણાવાયું છે.

હોળીના પર્વમાં અનુભવી�ઓ કેટલાક ખાસ વિસ્તારમાં જમીનમાં ચોક્કસ ઉંડાઈએ માટલામાં જુદા-જુદા અનાજ ભરીને હોળીની નીચે રાખે છે. બીજા દિવસે તેનુ નિરીક્ષણ કરીને ગરમી, ભેજ અને હવામાનનું અનુમાન કરવાની આપણી પ્રાચીન પરંપરા છે.

વરસાદના વરતારાની પ્રાચીન પદ્ધતિ�ઓ
પ્રાચીન ભારતમાં વર્ષાઋતુના વરસાદની આગાહી અંગે કેટલીક પદ્ધતિ�ઓ પ્રચલિત હતી અને તે આજે પણ પ્રચલિત છે. જેમાં રોહિણીનો વાસ, વર્ષા સ્થંભ, વર્ષાઋતુ સમયે વાહન, ચોક્કસ તિથીઓમાં પવનની દિશા, સર્વતોભદ્ર ચક્ર, સપ્તશલાકા ચક્ર, સપ્તનાડી ચક્ર, ભડલીના વાક્યો, અખાત્રીજના પવનની દિશા, હોળીના જ્વાળાની દિશા, નાના નાના જીવ જંતુઓની હરકતો, વિ. પરથી આગામી ચોમાસામાં વરસાદનો વરતારો કાઢવાની પરંપરા આપણે ત્યાં છે અને ખેેડૂતોને આજે પણ તેમાં વિશ્વાસ છે.

અન્ય સમાચારો પણ છે...