તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • કાળિયાબીડના કાચા રસ્તા તોબા તોબા.. રહિશોને ભારે હાડમારી

કાળિયાબીડના કાચા રસ્તા તોબા તોબા.. રહિશોને ભારે હાડમારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્વેસ્ટીગેશન રિપોર્ટર ¿ ભાવનગર | 14 જુલાઈ

કાળિયાબીડરેગ્યુલરાઈઝ નહીં થવાને કારણે તો રહિશો હાડમારી ભોગવે છે પરંતુ તેની સાથે સફાઈ અને ટેમ્પલબેલની અનિયમિતતા તેમજ ખાંચા-ગલીના કાચા રસ્તાને કારણે હાલમાં ચોમાસામાં સ્થાનિક રહિશો તોબા પોકારી ગયા છે. મુખ્ય રસ્તા ટનાટન બનાવ્યા પરંતુ અંતરિયાળ રસ્તાની અવદશાને કારણે લોકોને ગ્રામ્ય રસ્તાનો અહેસાસ થાય છે.

કાળિયાબીડમાં પ્રાથમિક સુિવધાઓમાં વધારો ચોક્કસ થયો છે મુખ્ય રસ્તા અને ઘણા રસ્તા આર.સી.સી.ના બનાવ્યા છે રસ્તાઓ પર સ્ટ્રીટલાઈટના અજવાળા થયા છે. પરંતુ ખાંચા-ગલી અને સોસાયટીઓના રસ્તા ડામર કે આરસીસીના નહીં બનાવવાને કારણે રાહદારીઓ અને સ્થાનિક રહિશોને અવન-જવનમાં ભારે મુશ્કેલી રહે છે.

ચોમાસામાં વરસાદને કારણે માટીવાળા રસ્તાને કારણએ રાબડવાળો થઈ ગયો છે. જેથી રસ્તા પર ચાલવું તો મુશ્કેલ છે પરંતુ વાહનો સ્લિપ થવાના પણ બનાવો પણ રોજીંદા થઈ ગયા છે. લોકો દ્વારા સંદર્ભે અવાર-નવાર ફરિયાદો કરતા ગ્રાન્ટ ફાળવાય ત્યારે રસ્તા બનવાનું તંત્ર પોપટ રટણ કરે છે. ઉખડ-બાખડ કાચા રસ્તા ઉપરાંત સફાઈ બાબતે પણ અનેક ફરિયાદો છે.

કાળિયાબીડમાં અઠવાડીયે-પંદર દિવસે માંડ સફાઈ કામદારો દેખાય છે જેથી ઠેર-ઠેર ગંદકીનાં ગંજ ખડકાયા છે.િનયમિત સફાઈના અભાવે ચોમાસામાં રોગચાળો ફેલાવાની પણ ભીતિ છે. ટેમ્પલ બેલ પણ ત્રણ-ચાર દિવસે એક વખત આવતું હોવાથી લોકો રસ્તા પર અહીં-તહીં અથ‌વા ચોક્કસ જગ્યાએ કચરો ફેંકી ઉકરડો કરી નાખ્યા છે. જેથી કાળિયાબીડના લોકો પ્રાથમિક સુવિધાઓનો િવકાસ ઝંખી રહ્યા છે.

હેરાનગતિ | સફાઈની અનિયમિતતાથી કચરાના ગંજ

ખાલી પ્લોટોમાં પાણીથી મચ્છરોનો ત્રાસ

કાળિયાબીડમાંઘણા પ્લોટ ખાલી પડ્યા છે. જ્યાં હાલમાં ચોમાસાને કારણે વરસાદી પાણી ભરાઈ ગયા છે વરસાદી પાણી ભરાતા મચ્છરોનો પણ ત્રાસ વધ્યો છે જેથી ત્યાં કોર્પો. દ્વારા દવા છંટકાવ સહિતની કામગીરીની માંગ ઉઠી છે.

મુખ્ય રસ્તા ટનાટન પરંતુ અંતરિયાળ માટીવાળા રસ્તાને કારણે કાદવ-કિચડથી લોકો પરેશાન : અકસ્માતનો ભય

અન્ય સમાચારો પણ છે...