તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનિ.માં રિચેકિંગ રિએસેસમેન્ટ માટે ઓનલાઇન સુવિધા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર |14 જુલાઇ

મહારાજાકૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા લેવામાં આવતી પરીક્ષા બાદ રિ-એસેસમેન્ટ, રિ-ચેકિંગ અને આન્સર બૂક વ્યૂઇંગના ફોર્મ ભરવા માટે ઓનલાઇન વ્યવસ્થાથી વિદ્યાર્થીઓને કોલેજ સુધી જવું, આચાર્યના સહી સિક્કા કરાવવા, કાર્યાલય ખાતે લાઇનમાં ઉભા રહી ફી ભરવી વિ.માંથી મુક્તિ મળી છે. ખાસી કરીને બહારગામના વિદ્યાર્થીઓને સમય અને પેટ્રોલ ખર્ચ પણ બચ્યો છે. તા.3 જુલાઇથી આજ સુધીમાં 1200થી વધુ વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભરવાની સુવિધાનો લાભ લીધો છે. યુનિ.ના કુલપતિ શૈલેષભાઇ ઝાલાએ લીધેલા િનર્ણયથી િવદ્યાર્થીઓને લાભ થયો છે.

અન્ય સમાચારો પણ છે...