તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રવિવારે અંગદાતા પરિવાર અભિવાદન સમારોહ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માનવઅંગ ડોનેશન ભાવનગર દ્વારા ચાલી રહેલી બ્રેઇન ડેડ વ્યક્તિના અંગદાન વિષેની લોક જાગૃતિના ભાગરૂપે તા.16 જુલાઇને રવિવારે સવારે 9.30 કલાકે યશવંતરાય નાટ્યગૃહ ખાતે અંગદાતા પરિવારનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો છે. સાથે કોણ અંગદાન કરી શકે અને અંગદાન બાદ કેવી રીતે તેનું પ્રત્યારોપણ થાય છે તે અંગે સરળ ભાષામાં માહિતી પણ ફ્રી માહિતી સેમિનારમાં આપવામાં આવશે.

ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલ, બજરંગદાસ બાપા હોસ્પિટલ, એચ.સી.જી.હોસ્પિટલ અને સૂચક હોસ્પિટલ ખાતેથી અત્યાર સુધીમાં કુલ 36 બ્રેઇન ડેડ વ્યક્તિના હ્રદય, લિવર, કિડની,સ્વાદુપિંડ વિગેરેના દાન મળ્યા છે અને અનેક જરૂરીયાતમંદ દર્દીઓને દાનથી નવજીવન મળ્યા છે. તમામ અંગદાતા પરિવારનો સંપર્ક માનવ અંગ ડોનેશન ટ્રસ્ટ દ્વારા કરાયો છે અને તેમને સમારોહમાં હાજર રહેવા જણાવાયું છે. તમામ પરિવારજનોનું સન્માનપત્ર અને મોમેન્ટો આપી અભિવાદન કરવામાં આવશે. ઉપરાંત માનવ અંગદાન કોણ કરી શકે અનેઅ ક્યારે કરી શકે તેમજ અંગદાન બાદ કિડની હોસ્પિટલમાં તેનું કેવી રીતે પ્રત્યારોપણ થાય છે તે અંગે વિગતવાર માહિતી સર તખ્તસિંહજી હોસ્પિટલના ન્યૂરોસર્જન ડો.રાજેન્દ્ર કાબરીયા અને કીડની હોસ્પિટલ, અમદાવાદના ડીન ડો.પ્રાંજલ મોદી આપશે.

ટ્રસ્ટ દ્વારા અંગદાન સ્વીકારનારા પરિવારનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે અને તેઓને અને તે સ્વીકારનારા દર્દીને પણ હાજર રહે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. લોક જાગૃતિના કાર્યમાં લોકોને હાજર રહેવા અને માહિતી લોકો સુધી પહોંચાડવા ફાઉન્ડર ટ્રસ્ટી પંકજભાઇ શાહ અને તેમની ટીમે અનુરોધ કર્યો છે.

અંગદાન અંગે ફ્રી માહિતી આપવામાં આવશે

ભાવનગરમાંથી અંગદાન કરનારા 36 પરિવારોનું અભિવાદન કરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...