તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવેણું તપોભૂમિ છે એટલે સાત્વિકતા જળવાઇ : મંત્રી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | શિશુવિહાર સંસ્થા ખાતે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને નગરપાલિકાની પ્રાથમિક શાળા�ઓમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ એવાં 1700 બાળકોને શૈક્ષણિક સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. અવસરે શિક્ષણ મંત્રીએ જણાવ્યુ હતું કે શિશુ વિહાર સંસ્થા સતત 8 વર્ષથી જરૂરિયાતમંદ વિદ્યાર્થી�અોને શૈક્ષણિક કીટ આપે છે તે આનંદની વાત છે અને અહીં સાત્વિક વાતાવરણ જળવાઈ રહ્યુ છે તે દર્શાવે છે કે ભુમિ તપોભુમિ છે. વર્ષોની તપશ્ચર્યાના ફળસ્વરૂપે સાત્વિકતા જળવાઈ રહેતી હોય છે. પ્રસંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે શાળાના બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ હતી.ચિત્ર સ્વરૂપે કેલેન્ડર તૈયાર કરેલ બાળકોનું સન્માન કર્યુ હતુ. સુરેશભાઈ મહેતા, ડો. શિવાનીબેન મિશ્રા તથા સંસ્થાના કર્મચારીગણનું સન્માન કરાયુ હતુ. શિક્ષકોને સાતમુ પગાર પંચ મળવાથી તેના હુકમો શિક્ષકોને અર્પણ કર્યા હતા. શિક્ષકોએ આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...