• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • શહેરમાં 600થી વધુ મિલકતોનો સર્વે કરવા મ્યુ. તંત્રની દોડધામ

શહેરમાં 600થી વધુ મિલકતોનો સર્વે કરવા મ્યુ. તંત્રની દોડધામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર ¿ ભાવનગર | 30 માર્ચ

ભાવનગરમ્યુ. કોર્પોરેશનમાં ઘરવેરાની રકમ ભરપાઇ કર્યા બાદ લાખો રૂપિયાનંુ ફ્રેડ થયાનંુ બહાર આવ્યા બાદ અખબારી અહેવાલના પગલે ઘરવેરા વિભાગ દ્વારા તાકિદના ધોરણે 600થી વધુ મિલકતોની સ્થળ તપાસ હાથ ધરી છે. આજે ઘરવેરાના કર્મચારીઓને સ્થળ પર જઇને મિલકત માલિકોને ચાલુ વર્ષનો ઘરવેરો ભર્યો છે કે કેમ ?, ભર્યો તો કેટલી રકમ ભરપાઇ કરી હતી, જેની જે તે સમયે કોર્પોરેશનમાંથી મેળવેલી પહોંચ સાથે સરખામણી શરૂ કરાઇ છે.

કોર્પોરેશનનો વેરો ભર્યા બાદ પણ અા રકમ તેના ખાતા બાકી બોલી રહી છે, આવા અત્યાર સુધીમાં 82 ખાતા પ્રકાશમાં આવ્યા બાદ મ્યુ. તંત્ર વાહકોએ એકડો ઘુંટવાનંુ શરૂ કર્યુ છે. આખુ વર્ષ ગયંુ ત્યારે હવે સર્વે શરૂ કર્યો, તંત્રની ઢીલી નિતી પણ અાવા ફ્રોડના કિસ્સાઓને પરોક્ષ રીતે પ્રોત્સાહન પુરૂં પાડે છે, ખરેખર ફ્રોડ થયંુ છે, તે વાત તો તત્કાલિકન મ્યુ. કમિશનર શિવહરે ત્યારે ધ્યાન દોરવામાં આવ્યંુ હતંુ, તેમ છતા તંત્રની કાચબા ગતિએ કામ કરવાની દાનતના અંતે પણ વર્ષેાન્તે દોડધામ કરવી પડી રહી છે.

અનેક કરદાતાઓની રકમ જમા થઇ નથી

ઘરવેરાની રકમમાં ફ્રોડના મામલે સ્થળ પર તપાસ

અન્ય સમાચારો પણ છે...