ધોરણ 10 અને ધોરણ 12ની ગુજરાત બોર્ડની પરીક્ષા પૂર્ણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર |30 માર્ચ

ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત તા.15 માર્ચથી શરૂ થયેલી ધો.10 અને ધો.12ની પરીક્ષા આજે પૂર્ણ થઇ છે. વર્ષે એકંદરે સરળ પ્રશ્નપત્રો પરીક્ષાની પદ્ધતિ પ્રમાણે પૂછાતા ગત વર્ષની તુલનામાં વર્ષે પરિણામની ટકાવારી વધે તેવી આશા છે.

ભાવનગર શહેરમાં બોર્ડની પરીક્ષાના અંતિમ દિવસે સવારે ધો.12 સામાન્ય પ્રવાહમાં રાજ્યશાસ્ત્રનું પ્રશ્નપત્ર હતું જેમાં જિલ્લામાં કુલ 497 પરીક્ષાર્થી�ઓ પૈકી 477 હાજર અને 20 પરીક્ષાર્થી�ઓ ગેરહાજર નોંધાયા હતા. તો બપોરે પણ ધો.12 સામાન્ય પ્રવાહમાં સમાજશાસ્ત્રનું પ્રશ્નપત્ર હતું જેમાં જિલ્લામાં કુલ 10,091 પરીક્ષાર્થી�ઓ પૈકી 9,633 હાજર અને 458 પરીક્ષાર્થી�ઓ ગેરહાજર નોંધાયા હતા.

છેલ્લા દિવસે 478 પરીક્ષાર્થી ગેરહાજર

સરળ અને પરિરૂપ પ્રમાણે પ્રશ્નપત્રો પૂછાતા વર્ષે રિઝલ્ટની ટકાવારી વધે તેવી શક્યતા

અન્ય સમાચારો પણ છે...