• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • મ્યુ. શાળામાં ફાયર, માઇકની ટેન્ડર પ્રક્રિયામાં તંત્ર નાપાસ

મ્યુ. શાળામાં ફાયર, માઇકની ટેન્ડર પ્રક્રિયામાં તંત્ર નાપાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર ¿ ભાવનગર | 30 માર્ચ

મ્યુ.શાળાઓમાં ફાયર સુવિધાની વર્ષોથી માત્ર વાતો થઇ રહી છે, થોડા મહિનાઓ પૂર્વે શિક્ષણ સમિતિના પદાધિકારીઓ પણ નવનિયુક્ત થતાની સાથે બેઠક બોલાવીને ફટાફટ નિર્ણયો લેવાનંુ શરૂ કર્યંુ હતંુ, જેમાં સૌથી મહત્ત્વના એવા શાળાઓમાં ફાયરના સાધનો, માઇક સેટ, કચરા પેટીનંુ કામ ચાલુ નાણાકિય વર્ષ સને.2016/17માં કરવા ગતિવિધી હાથ ધરાઇ હતી, પરંતુ આજ સુધી તેની ટેન્ડર પ્રક્રિયા થઇ શકી નથી, પરિણામે વર્ષે ઉપરોક્ત કામ કરવામાં શિક્ષણ સમિતિ નિષ્ફળ ગઇ છે.!!

મ્યુ. શાળાઓમાં સુવિધાઓ વધારવા માટેની ચિંતા કાગળ ઉપર રહી છે, જેની ગંભીરતા હોવી જોઇએ તે ફાયર સેફ્ટી જેવા બાબતમાં પણ ઢીલી નિતિ દાખવવામાં અાવી રહી છે. શહેરમાં 55 શાળાઓ પૈકી માત્રને માત્ર 2 શાળાઓમાં ફાયરના સાધનો છે, અા મામલે ગત સાધારણ સભામાં પણ દેકારો થયો હતો, તેમ છતાં તંત્ર વાહકો કે શાસકોના પેટનંુ પાણી હલતંુ નથી.

શિક્ષણ સમિતિની ગત તા. 9મી માર્ચે બેઠક મળી હતી, ત્યારે તાત્કાલિક ધોરણે ટેન્ડીંગ પ્રક્રિયા હાથ ધરવા નિર્ણય લેવાયો હતો, પરંતુ આજ સુધી મુદ્દે ઠોસ કાર્યવાહી થઇ શકી નથી. પરિણામે જે સુવિધા અને ખર્ચ ચાલુ નાણાકિય વર્ષમાં કરવાનો હતો, તે કામ આવતા વર્ષે ઠેલશે, એટલંુ નહીં હવે જે કામગીરી થઇ છે, તેમાં પણ તંત્ર ઢીલી નિતી અપનાવશે.

અારંભે શૂરાની માફક શિક્ષણ સમિતિએ બજેટમાં કરોડોના ખર્ચ મુકીને મંજુર કરાવી દિધા, પરંતુ હવે બાળકોના ભવિષ્યની ચિંતા કરવામાં આવે તેવી વાલી વર્ગમાંથી માંગણી ઉઠી રહી છે.

નોંધનિય છે કે, મ્યુ. શિક્ષણ સમિતિ પાછળ બાળક દિઠ તંત્ર દ્વારા 3200થી વધુ દર મહિને ખર્ચ કરે છે, જેની સામે તેની તેની ગુણવત્તા સુધારણાના તેમજ સલવતોના મામલે શાસક કે તંત્રને પરવા નથી. એક તબ્બકે એવી પણ ચર્ચા થઇ હતી કે, તમામ શાળા પંચાયતને સોંપી દેવી જોઇએ.

આરંભે શૂરી શિક્ષણ સમિતી પાણીમાં બેસી ગઇ

માર્ચના અંત સુધીમાં ખર્ચ નહીં પડવાથી છુટકે નવા વર્ષમાં ખર્ચ ઉધારવો પડશે

અન્ય સમાચારો પણ છે...