બારમાસી સિઝન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારમાસીમસાલા ભર્યા બાદ હવે ગૃહિણીઓ આખા વર્ષ માટેના ઘઉ ભરવામાં પડી ગયા છે. દર વર્ષે ભાવનગરમાં લોકવન, ટુકડા, એમ.પી.સરબતી અને ભાલના છાસીયા ઘઉની સારી ખપત રહે છે. વર્ષે ઘઉમાં ફકત છાસીયામાં 100 કિલોના ભાવો માં રૂા.500 જેવો વધારો થયો છે. બાકી ઘઉના ભાવો સરેરાસ ગયા વર્ષ જેવા રહ્યા છે.

વર્ષે ગયા વર્ષની તુલનામાં ઘઉમાં પુષ્કળ પ્રમાણમાં પાક થયો છે. પણ ભાવો ગયા વર્ષની સરખામણીએ તેવા રહ્યા છે. વર્ષે પુષ્કળ પાક, અને મંદિનો સમય હોય એટલે ભાવોમાંમાં વધારો જોવા મળ્યો નથી

ઘઉમાં વિવિધ જાતો આવે છે. જેવા એમ.પી.ટુકડા, દેશી ટુકડા, લોકવન, છાસીયા વિગેરે ઘઉ આવે છે. અને લોકો પોતાના ટેસ્ટ અને પોતાના ખીસ્સાના પોસાય તેવા ઘઉ ખરીદતા હોય છે.

ભાવનગરમાં ઘઉ એમ.પી., બાવળા, વિસાવદર, કોડીનાર, ગોંડલ, જુનાગઢ, સાણંદ, ખંતાત અને અમરેલી અને ભાલમાંથી વિવિધ જાતોના ઘઉ લોકોના ટેસ્ટ પ્રમાણે આવે છે.

એમ.પી.ટુકડા, દેશી ટુકડા રૂા.2000 થી રૂા.2700, લોકવન રૂા.2000 થી રૂા.2400, છાસીયા રૂા.4200 થી 4600 પ્રતિ 100 કિલોના ભાવો રહ્યા છે.

હવે ઘઉના 100 કિલોના પેકીંગ બંધ થયા ગયા છે. અને 25 અને 50 કિલોના પેકીંગ થઇ ગયા છે.

સારો પાક થતા ભાવો સ્થિર

^આવર્ષે પાક સારો થતા અને નોટબંધી બાદ મંદિનો સમય હોવાથી ભાવો સ્થિર જેવા રહ્યા છે. બાકી છાસીયા ઘઉંમાં વધારો છે. >િચંતનશાહ, ભાવનાટ્રેડીંગ

વર્ષે ઘઉંનું વિપુલ ઉત્પાદન : ભાવ ઘટ્યા નથી

ઘઉંની વિવિધ જાતોના ભાવ

ઘઉંભાવ ગયા વર્ષે ભાવ વર્ષે વધારો

ટુકડા2000 થી 2700 1900થી 2600 100

લોકવન 2000 થી 2400 2000 થી 2300 100

છાસીયા 3800 થી 4000 4400 થી 4600 600

અન્ય સમાચારો પણ છે...