ટુ વ્હીલર્સમાં 18 હજાર સુધી ડિસ્કાઉન્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ શુક્રવાર પછી BS-III વાહનો ભંગાર થઈ જવાના હોવાથી ડિલર્સ ખોટ ખાઈને પણ વેચાણ કરે છે

ભાવનગર | 30 માર્ચ

ભારતસ્ટેજ એમિશન સ્ટાન્ડર્ડ (બીએસ-3)ના વાહનોના વેચાણ પર સુપ્રીમ કોર્ટે પહેલી એપ્રિલથી પ્રતિબંધ મૂકી દેતા ગુજરાત સહિત ભારતના ઓટોમોબાઇલ ડિલર્સમાં ભાગદોડ મચી ગઈ છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પહેલી એપ્રિલથી માત્ર બીએસ-4ના વાહનોનું વેચાણ કરી શકાશે. બીજીતરફ બીએસ-3ના વાહનોના વેચાણ માટે ડિલર્સે લગભગ 30 ટકા સુધી ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. નિર્ણયથી ભાવનગરમાં પણ શાસ્ત્રીનગર, ચિત્રા સહિતના િવસ્તારોમાં આવેલા વાહનોના શોરૂમમાં િડસ્કાઉન્ટનો લાભ લેવા ભારે ખરીદી જોવા મળી હતી. શુક્રવારે પણ હજી વધુ િડસ્કાઉન્ટ જાહેર થશે.

સોમવારે રજિસ્ટ્રેશન નહીં થાય

^પહેલીએપ્રિલ, શનિવારે વેચાનારા બીએસ-3ના વાહનો 3જી એપ્રિલ, સોમવારે રજિસ્ટ્રેશન નહીં થાય. તેવું કહેતા એઆરટીઓ ડી.એચ.યાદવે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે કરેલા આદેશ મુજબ પહેલી એપ્રિલથી રજિસ્ટ્રેશન બંધ કરી દેવાશે. લોકોને પણ પહેલી એપ્રિલથી બીએસ-3ના વાહનો ખરીદવા તાકીદ કરાઇ છે. >ડી.એચ.યાદવ,એઆરટીઓ, અમદાવાદ

ધસારો | જૂના સ્ટોકના નિકાલ માટે આજે છેલ્લો દિવસ

અન્ય સમાચારો પણ છે...