તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • સફાઇ કામદારનું ફાંસો ખાવાથી મોત થયાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સફાઇ કામદારનું ફાંસો ખાવાથી મોત થયાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર | ભાવનગર | 13 ઓગસ્ટ

ભાવનગરમહાનગરપાિલકામાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા મુકેશભાઇ ઘનજીભાઇ ગોહેલની તબિયત લથડતા સારવારાર્થે સર ટી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. બાદમાં દલિત સમાજના લોકોને જાણ થતાં કામદારનું મોત અધિકારીના પ્રેસરને લીધે થયું હોવાનું અને તેને સસ્પેન્ડ કરવા માંગ કરતા ગત મોડી રાત સુધી મથામણ ચાલી હતી.

બાદમાં શનિવારે સવારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કાર્યપાલક ઇજનેર િવક્રમસિંહ ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા કદાચિત ભાવનગર મહાનગરપાિલકામાં પ્રથમ બનાવ છે.

મ્યુ. અધિકારીને સસ્પેન્ડ કરાયા બાદ અને મૃતકનું પેનલ પીએમ કરાતા અને તેનો રિપોર્ટ આવતા કામદારનું મોત ફાંસાથી થયાનું પીએમ રિપોર્ટમાં આવેલ. શનિવારે સવારે મૃતકના પરિવારજનો મૃતદેહનો કબજો લેવા આવ્યા અને મૃતદેહ સ્વીકારી સરકારી શબવાહીનીમાં મુકતા હતા તે વખતે ઉપસ્થિત ટોળાએ શબવાહીની પર પથ્થરમારો કર્યો હતો આખરે મામલે પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. અંગે માર્ગદર્શન શંભુપ્રસાદ તુંડીયાએ આપ્યુ હતુ.

અંગે શબવાહિનીના ચાલક નીઝામખાન રસુલખાન બલોચે ડીવીઝન પોલીસ મથકમાં આરોપીઓ શહેરના મહિલા વકિલ દેવલબેન સાંડીસ ઉપરાંત વિમલ મકવાણા, સરજુ બાબુભાઇ વેગડ, જેન્તી વાઘેલા, વિક્રમ નૈયા, નારણ ચૌહાણ, સંજય નૈયા, લાલજી નાનજીભાઇ સરવૈયા અને રાજુભાઇ સહિત મહિલા અને પુરૂષો મળી 200 લોકોના ટોળા સામે ફરજમાં રૂકાવટ અને સરકારી વાહન શબવાહિની નં.જીજે 04 વી 7992 ને તોડફોડ કરી અને રૂપિયા 30 હજારનું નુકસાન પહોંચાડયાની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

મૃતદેહ સ્વિકારવા મામલે ટોળાનો હલ્લાબોલ તસવીર- અજય ઠક્કર

ચકચાર | ટોળાનો પથ્થરમારો : પોલીસનો હળવો લાઠીચાર્જ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો