Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાજપના અસંતુષ્ટોને અંકે કરવા આપ દ્વારા વ્યૂહ ઘડાયો
ભાજપનાકેટલાક અસંતુષ્ટો અને કોંગ્રેસના આગેવાનો સામુહિક રીતે આમ આદમી પાર્ટીમાં ભળે તે માટેનો તખ્તો ગોઠવાઇ રહ્યો છે. ભાવનગર શહેર અને િજલ્લાની ‘આપ’ની જવાબદારી શહેરના એક ઉદ્યોગપતિએ સ્વીકારી હોવાનું જાણવા મળેલ છે.
ભારતીય જનતા પાર્ટીના વર્તમાન હોદ્દેદારોની કાર્યરીતિથી ભાજપના અનેક આગેવાનો નારાજ છે. ખાસ કરી લોકોને સ્પર્શતા ઘરવેરા અને સફાઇના મામલે પક્ષના આગેવાનો સરમુખત્યારની માફક વર્તયા હોવાનો અને વહીવટમાં બેફામ ભ્રષ્ટાચાર થતો હોવાનો આગેવાનોનો આક્ષેપ છે.
આગેવાનોમાં ભાજપના માજી પ્રમુખ, માજી મેયર, સ્ટે. કમિટીના પૂર્વ ચેરમેન સહિત અનેક આગેવાનોનો સમાવેશ થાય છે. તે રીતે અગાઉ કોંગ્રેસ પક્ષનું એક હથ્થુ શાસન ભોગવનાર નેતા પણ આપના સંપર્કમાં હોવાનું જાણવા મળેલ છે.
ભાવનગરના એક ઉદ્યોગપતિએ સંપૂર્ણ આર્થિક જવાબદારી સંભાળવા સાથે આપનું ભાવનગર ખાતેનું સુકાન સંભાળવા માટે તૈયારી દર્શાવેલ હોવાનું જાણવા મળેલ છે. આમ વિધાનસભાની ચૂંટણીને હજી એક વર્ષ બાકી છે છતાં સ્થાિનક સ્તરે પણ રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઇ છે.
માજી મેયર, ચેરમેનને શહેર પ્રમુખ કઠોડે બેઠા
શહેરના ઉદ્યોગપતિ દ્વારા આપનું સુકાન સંભાળવાની તૈયારી : રાજકીય માહોલ ગરમ