તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેલ્લા 10 દિવસમાં બોટાદ નજીક ચાર આંચકા આવ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેધર રિપોર્ટર | ભાવનગર | 17 જુલાઈ

છેલ્લાત્રણેક વર્ષથી બોટાદ નજીકની ભૂકંપની ફોલ્ટલાઇન સક્રિય થઇ છે. બોટાદ અને પાળિયાદ વચ્ચે ફોલ્ટ લાઇન ભૂતકાળમાં પણ સક્રિય હતી અને હવે ધીમા આંચકા સાથે સક્રિય થઇ છે. છેલ્લા 10 દિવસમાં બોટાદથી ઉત્તરપશ્ચિમ એટલે કે વાયવ્ય દિશામાં 9 કિલોમીટર દુરથી લઇને 33 કિલોમીટરના અંતરમાં 6 જુલાઇએ 1.5 સ્કેલ, 11 જુલાઇએ 2.1 સ્કેલ અને 1.3 સ્કેલ તેમજ 14 જુલાઇએ 2.1 રિકટર સ્કેલના તદ્દન હળવા કહેવાય તેવા આંચકા લાગ્યા હતા.

આમ જુલાઈ માસના છેલ્લા દસ દિવસમાં બોટાદ નજીકના િવસ્તારમાં બોટાદ શહેરથી વાયવ્ય દિશામાં ધરતીકંપના ચાર હળવા આંચકા આવી જતા વિસ્તારમાં ભૂકંપની ફોલ્ટલાઈન દાયકાઓ પહેલા સક્રિય હતી તે પુન: સક્રિય થઈ તે સંશોધનનો િવષય છે.

હળવા આંચકા હોય અનુભૂિત થતી નથી

વર્ષો પહેલા બોટાદ-પાળિયાદ વચ્ચે ભૂકંપની ફોલ્ટલાઈન સક્રિય રહી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો