તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • સવારે 9.24 કલાકે 4.7 રિકટર સ્કેલના ભૂકંપથી ભાવનગરમાં ભાગદોડ મચી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સવારે 9.24 કલાકે 4.7 રિકટર સ્કેલના ભૂકંપથી ભાવનગરમાં ભાગદોડ મચી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રિપોર્ટર | ભાવનગર | 17 જુલાઈ

લાંબાસમયના અંતરાળ બાદ ભાવનગર શહેર અને સમગ્ર જિલ્લામાં આજે સવારે 9.24 કલાકે 4.7 રિકટર સ્કેલના મધ્યમ કક્ષાના ગણી શકાય તેવા ભૂકંપના ત્રણથી ચાર સેકન્ડ સુધી અનુભવાયેલા ભૂકંપના આંચકાથી પ્રજાજનો ભયભીત થઇ ઘરની બહાર દોડી આવ્યા હતા અને આંચકા અંગે ચિંતાભરી પૂછપરછ કરી હતી. જો કે આજના આંચકાથી જાનમાલની હાનિના કોઇ સમાચાર નથી તે એક સારા સમાચાર છે. 4.7 રિકટર સ્કેલના આંચકાનું એપી સેન્ટર સુરત નજીક 24 કિલોમીટર �ઓલપાડ પાસે નોંધાયું તો ત્યાર બાદ ભાવનગરમાં સવારે 11.23 કલાકે 2.8 રિકટર સ્કેલનો આંચકો નોંધાયો હતો જો કે તેની તીવ્રતા મામૂલી હોય મોટા ભાગનાએ તેનો અનુભવ કર્યો હતો. 2.8 રિકટર સ્કેલના ભૂકંપનું એ.પી.સેન્ટર ભાવનગર નજીક 25 કિલોમીટર દુર ખંભાતના અખાતમાં નોંધાયું હતુ.

ભાવનગર ખાતે આજે રવિવારની રજાના મૂડમાં ભાવેણાવાસી�ઓની સવાર રોજ કરતા થોડી મોડી પડી હોય અને નાસ્તા પાણી ચાલતા હોય તે સમય સવારે 9.24 કલાકના સમયે એકાએક ધરા ધ્રૂજવા લાગી અને ભૂકંપ છે તેવી અનુભૂતિ થતાની સાથે પળવારમાં લોકો પોત પોતાના આવાસોની બહાર દોડી આવ્યા હતા. આંચકો મધ્યમ તીવ્ર કહી શકાય તેવો હોય સમગ્ર શહેર અને જિલ્લામાં અનુભવાયો હતો. લોકોએ એક બીજા સગા વહાલા અને સંબંધી�ઓની ચિંતાભરી પૂછપરછ કરી હતી. આંચકાની તીવ્રતા 4.7 રિકટર સ્કેલની હોવાનું અને તેનું એપી સેન્ટર સુરતથી વાયવ્ય દિશામાં 24 કિલોમીટર દુર કામરેજ-ભાદા પાસે હોવાનું ઇન્સ્ટીટ્યૂટ �ઓફ સિસ્મોગ્રાફી રિસર્ચ(ગુજરાત) દ્વારા જણાવાયું છે.

જો કે આંચકાથી શહેર કે જિલ્લામાં જાનમાલની કોઇ હાનિ થઇ નથી તેવા સમાચાર મળ્યા છે. આજે સવારે આંચકો અનુભવાયા બાદ આફટર શોકની આગાહી કરવામાં આવી હતી અને સવારે 11.23 કલાકે ભાવનગરથી 25 કીલોમીટર દુર ખંભાતના અખાતમાં પીરમ બેટ પાસે એપી સેન્ટર ધરાવતો 2.8 રિકટર સ્કેલનો હળવો આંચકો અનુભવાયો હતો. જો કે ભાવનગર શહેરમાં તેની અનુભૂતિ મોટા ભાગનાને થઇ હતી.

તળાજામાં સવારે લોકો પોતાના ઘરમાં હતા ત્યારે આંચકો લાગતા ઘરમાં વાસણો ખખડવા લાગ્યા હતા અને ચિંતાગ્રસ્ત લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે બાદમાં કોઇ હાનિ જોવાનું જાણતા હાશકારો અનુભવ્યો હતો. વલ્લભીપુરમાં 2001ના 26 જાન્યુઆરીના ભયંકર ભૂકંપ બાદ આજે 16 વર્ષ બાદ ધરતીકંપ સવારે અનુભવાયો હતો.

...અનુસંધાનપાના નં.16

જોકે ક્યાંય જાનમાલની હાનિ થઇ નથી. આવી રીતે સિહોરમાં પણ ભૂકંપ અનુભવાયો હતો.

રાજ્યમાં આવેલા ભુકંપના હળવા આચકાની અનુભુતી મહુવા શહેર અને તાલુકાના લોકોને થઇ હતી. મહુવા પંથકના ગુંદરણા અને થોરાળા વિસ્તારમાં આચકો થોડોક વધુ અનુભવાયો હતો શહેરમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા લોકો કરતાં પહેલા-બીજા માળે રહેતા લોકોને ભુકંપના આચકાની અનુભુતી વધુ થઇ હતી.

અામ, ભાવનગર શહેરમાં આજે 4.7 અને બાદમાં 2.8 રિકટર સ્કેલના બે આંચકા લાગ્યા હતા જેમાં પહેલા મધ્યમ કક્ષાના 4.7 રિકટર સ્કલેનો આંચકો સમગ્ર જિલ્લામાં અનુભવાયો હતો.

ધ્રૂજારી | 11.23 કલાકના બીજા ભૂકંપનું એપી સેન્ટર ભાવનગર નજીક નોંધાયું

વસ્તુ, સાધનોનું લીસ્ટ તૈયાર રખાય છે

^વધુતિવ્રતાનો ભૂકંપ આવે અને સંભવિત જાનમાલને નુકસાન થાય તો કટર, જેસીબી ટેક્સી જેવા અન્ય વાહનો સહિતનું લીસ્ટ તૈયાર હોય છે. જિલ્લા અને તાલુકા મથકોએ તમામ તૈયારીઓ હોય છે. મોટી કોઈ ઘટના બને તો 400 જેટલા સરકારી િડપાર્ટમેન્ટો છે. તમામની રજા રદ કરીને તુરંત કામે લગાડી દેવાય છે. કોઈ જિલ્લાને મોટુ નુકસાન થાય તો અન્ય િજલ્લામાંથી પણ િડઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઉભી રહી જાય છે, ઘટનાની સ્થિતિ નક્કી હોય, એટલે ઘટના આધારિત કામગીરી અને કાર્યવાહી થતી હોય છે. >બંછાનિધીપાની, કલેકટર,ભાવનગર િજલ્લો

બે સરકારી વિભાગના રિક્ટર સ્કેલ જુદા-જુદા

આજેસવારે સુરત નજીક એપી સેન્ટરવાળા ધરતીકંપના આંચકાની તીવ્રતા બાબતે બે સરકારી વિભાગ અલગ અલગ આંકડા દર્શાવે છે. ઇન્સ્ટીટ્યૂટ �ઓફ સિસ્મોગ્રાફી રિસર્ચ(ગુજરાત) દ્વારા આંચકાનો રિકટર સ્કેલ 4.7 દર્શાવાયો છે તો કેન્દ્ર સરકારના ઇન્ડિયન મેટોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ (આઇએમડી) દ્વારા આંચકાની તીવ્રતા 4.5 રિકટર સ્કેલની દર્શાવાઇ છે. તો સમયમાં પણ એક મિનિટનો ફેર છે. આમા કોને સાચું માનવું ? આવું સરકારી વરસાદના આંકડામાં પણ જોવા મળે છે જેમાં હવામાન વિભાગના આંકડા જુદા હોય છે અને ફ્લડ કંટ્રોલ િવભાગના આંકડા જુદા હોય છે.

સોશિયલ મિડીયા પર મેસેજનો મારો

આજેસવારે 9.24 કલાકે જેવો ભૂકંપનો આંચકો અનુભવાયો કે તરત બીજી મિનિટે મોબાઇલ પણ વોટસ એપ અને ફેસબૂકમાં મેસેજ શરૂ થઇ ગયા હતા. અમે આંચકો અનુભવ્યો તમે અનુભવ્યો તેવા પ્રશ્ન પૂછાવા લાગ્યા હતા તો બાદમાં કોઇ જાનહાનિ નથી તેવા મેસેજ મુકાતા સૌ કોઇને શાંતિ મળી હતી.

તીવ્રતા અને તેની અસર ?

>0થી 3 સુધી લોકો ખબર નથી પડતી

> 3થી 4.50 લોકો ભૂકંપ અનુભવી શકે છે.

> 4.50 થી 6 કાચા મકાનોને નુકસાન થઈ શકે છે

> 6થી9 તમામ પ્રકારના મકાનોને નુકસાન સાથે જાનમાલને નુકસાનની ભીતિ રહે છે.

સવારે 9.24 કલાકે 4.7 રિકટર સ્કેલના આંચકાનું એપી સેન્ટર સુરત પાસે મધ્યમ કક્ષાની તિવ્રતાના ધરતીકંપથી જાનમાલની કોઇ હાનિ થઈ નથી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો