તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર જિલ્લામાં ઉજવાતી ગુરૂપૂર્ણિમા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૌરાષ્ટ્રમાં વધુ કરીને દરેક આશ્રમો, ધાર્મિક જગ્યાઓમાં ગુરૂપૂર્ણિમાનો ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે. એમાં પણ ખાસ કરીને ભાવનગર જિલ્લામાં વિશેષ આશ્રમો આવેલા છે. તેમાં લોકમુખે ચર્ચાય છે તે મુજબ સાૈ પ્રથમ બાઢડા (તા.સાવરકુંડલા, જિ.ભાવનગર હાલ જિ.અમરેલી) આશ્રમમાં ગુરૂપૂર્ણિમાં ઉજવવાનો પ્રારંભ થયેલ જેમાં તે વખતે પરમહંસ દયાનંદબાપુનું ગુરૂપૂજન કરવામાં આવેલ ત્યારપછી તો વિધિ દરેક આશ્રમોમાં પણ શરૂ થઇ અને એક વિશાળ વટવૃક્ષમાં ફેરવાઇ.

ભાવનગર જિલ્લાનાં સુપ્રસિદ્ધ તીર્થ બગદાણામાં પ.પૂ.બજરંગદાસબાપાના આશ્રમમાં પણ વર્ષોથી ગુરૂપૂર્ણિમાં ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે. વર્ષોથી શરૂ થયેલી અલગારી સંત ગુરૂની સિદ્ધિ આજે પણ સમગ્ર ભારત અને દેશ-વિદેશમાં ભક્તજનોમાં પ્રત્યક્ષ-પરોક્ષ ફેલાઇ રહી છે અને અનેક જીવોનું કલ્યાણ કરે છે. આશ્રમનું નામ “સદ્દગુરૂ આશ્રમ બગદાણા” રાખેલ છે જે સાર્થક છે. આશ્રમમાં ગુરૂપૂર્ણિમાને દિવસે અને બારેમાસની પૂર્ણિમાએ લાખ્ખો લોકો માથું ટેકવવા, ગુરૂકૃપા મેળવવા આસ્થાભેર આવે છે.

ઘણા શ્રદ્ધાળુઓ તો પોતાની કાર્યસિદ્ધિ માટે પૂ.બાપાના આશ્રમ બગદાણામાં પૂનમ ભરવાની માનતા રાખતા હોય છે અને મુજબ અમદાવાદ, સુરત અને મુંબઇથી દરેક માસિક પૂનમે અહીં પૂનમ ભરવા આવે છે. ગુરૂપૂર્ણિમાને દિવસે તો હૈયે હૈયુ દળાય તેવી લોકોની ભીડ જામે છે. અને નવાઇની વાત તો છે કે આટલી મેદની હોવા છતા ભક્તજનોની સ્વયં શિસ્તને લીધે કોઇ દિવસ અનિચ્છનિય બનાવ બન્યો નથી ગુરૂપ્રત્યેની શ્રદ્ધા અને અહોભાવ બતાવે છે.

ભાવનગર જિલ્લામાં બગદાણા પછી ગુરૂપૂર્ણિમાને દિવસે મહુવા તાલુકામાં આવેલ તલગાજરડા ગામને પણ લોકો આદરથી ગુરૂના ગામ તરીકે આસ્થાથી જુએ છે. વિશ્વપ્રસિદ્ધ, વંદનીય અને રામાયણી પૂ.મોરારિબાપુનું વતન હોવાથી ભાવિકજનો ગુરૂપૂર્ણિમાના દિવસે તેમના આશીર્વાદ લેવા મોટી સંખ્યામાં આવે છે.

ભાવનગર જિલ્લાની વિશેષતા છે કે બારેય મહિનાની પૂર્ણિમાઓ અહીં આસ્થાભેર ઉજવાય છે. પછી તે બગદાણા આશ્રમ હોય, શિવકુંજ આશ્રમ અધેવાડા (સીતારામબાપુ), દુ:ખીશ્યામબાપા આશ્રમ (ભંડારિયા), જંગમબાપુ (તગડી), ગોપાલ આશ્રમ, િત્રવેણી આશ્રમ (દેવગાણા), વાંકીયા હનુમાન (આંબલા), લલીત કિશોરબાપુ (કોળીયાક), નેપાળીબાપુનો આશ્રમ (ખુંટવડા), કસ્તુરગીરી આશ્રમ (ધારડી), મોંઘીબાની જગ્યા જીણારામબાપુ (સિહોર), દાનેવ આશ્રમ નીરૂબાપુ (સણોસરા), ધના ભગતની જગ્યા (ધોળા), ગંગાસતીની જગ્યા (સમઢીયાળા).

ભાવનગર શહેરમાં ગોલીબાર હનુમાન (પૂ.મદનમોહનદાસબાપુ), નાની ખોડીયાર (ગરીબદાસબાપુ) ખાતે ગુરૂપૂર્ણિમા ગૌરવભેર ઉજવાય છે.

જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પણ પવિત્ર દિવસે ગુરૂપૂજન કરી ગુરૂપૂર્ણિમાનો હેતુ સાર્થક કરે છે.

જીવનના દરેક ક્ષેત્રમાં ગુરૂ આવશ્યક છે વિશેષ પરમની પ્રાપ્તી માટે તો કહેવાયુ છે કે જો રેતીને પીસવાથી તેલ નિકળે તો ગુરૂ વિના પ્રભુની પ્રાપ્તી થાય. એટલે કહેવાયું છે કે “ગુરૂ બિન ભવ નિધિ તરઇ કોઇ”. ગુરૂ દત્તાત્રેયજીએ તો જીવનના દરેક ક્ષેત્રમાં ગુરૂ મહિમા બતાવવા માટે ચોવીશ ગુરૂઓ ધારણ કર્યા અને દરેક ગુરૂ પાસેથી એક અેક ગુણ લીધો. હા ! દિશાગુરૂ જીવનમાં એક હોય છે પરંતુ શિક્ષાગુરૂ જેની પાસેથી સત્વ મળે તેને ગુરૂ કહી શકાય અને એટલે વેદવ્યાસજીએ વેદોનો વિસ્તાર કર્યો, પુરાણો બનાવ્યા અને ગુરૂત્વનો મહિમા સમજાવ્યો તેથી અષાઢ સુદ પૂનમ વ્યાસજીનો જન્મદિન છે અને નકકી થયું કે વ્યાસજીનો જન્મદિન ગુરૂપૂર્ણિમા.

સદ્દગુરૂ વગરની વ્યકિત સઢ વગરના વહાણ જેવી છે જે હવાના ઝપાટે અને સપાટે જેમ વહાણ જળસમાધી લે અને નામશેષ થઇ જાય છે તેમ ગુરૂ વગરનું જીવન નામશેષ છે. ગુરૂ જીવને મહિમા સમજાવી અને પરમતત્વ સુધી પહોંચાડે છે. ગુરૂ વ્યકિત અને ધર્મ માટે જીવાદોરી સમાન છે.

પૂરકમાહિતી

પૂ.સીતારામબાપુ, શિવકુંજ આશ્રમ, અધેવાડા

-સુરેશ જોષી “મિત્ર”

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો