તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આર્ટ હેઝ નો લિિમટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવેણાનાિચત્રકાર રસિક વાઘેલાનું રાધાકૃષ્ણનું ચિત્ર રાજકોટ ખાતે રૂા.1,35,000માં વેચાયું છે. િબલખા સ્ટેટના રાજકુમાર દ્વારા ખરીદાયેલા ચિત્રને ત્યાં બનનારી આર્ટ ગેલેરીમાં કલાની કદરરૂપે રાખવામાં આવશે. રાજકોટ ખાતે ભાવેણા િવઝ્યુઅલ આર્ટીસ્ટ ગ્રુપ દ્વારા રંગ અને રેખાંકનનો રંગોત્સવ તેવા નામ હેઠળ ત્રિદિવસીય પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. રેસકોર્સ િવસ્તારમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતેના એક્ઝીબિશનમાં ભાવનગરના રસિક વાઘેલા ઉપરાંત અશોક કાલાણી, દિલિપ રાઠોડ, ધરતી રેલિયા, હિતેષ વાઢેર, ખ્યાતિ ભટ્ટ, તરૂણ કોઠારી, સહિતના ચિત્રકારોના ચિત્રો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કલાપ્રેમી અને બિલખા સ્ટેટના રાજકુમાર કિશોરસિંહ વાળાએ રાધાકૃષ્ણના ચિત્ર ઉપર પસંદગી ઉતારી હતી અને આર્ટ ગેલેરીમાં મુકવા માટે ખરીદ્યું હતું.

પાઠ્યપુસ્તકોથી માંડી અમેરિકાની આર્ટ ગેલેરી સુધી સિદ્ધી

રસિકભાઈવાઘેલાના િચત્રો રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળનાં પુસ્તકો ઉપર પસંદગી પામ્યા છે. ઉપરાંત અમદાવાદની લલિતકલા અકાદમી, મુંબઈની જહાંગીર આર્ટ ગેલેરીથી માંડી અમેરિકાની નેશનલ આર્ટ ગેલેરીમાં પણ તેમના ચિત્રોને સ્થાન મળેલું છે.

રાજસ્થાન સ્ટેટ તરફથી પણ માંગણી...

^રાજસ્થાનનાએક સ્ટેટ પરિવાર તરફથી પણ ચિત્ર ખરીદવાની માંગણી કરવામાં આવી છે. પરંતુ મારુ ચિત્ર બિલખા સ્ટેટના રાજકુમાર કિશોરસિંહ વાળાને રૂા.1,35,000માં આપવાનું નક્કી થયું છે. રકમનો ઉપયોગ કલા માટે કરાશે. >રસિકવાઘેલા, ચિત્રકાર,ભાવનગર

ભાવેણાના ચિત્રકારનું ચિત્ર 1,35,000 રૂા.માં વેચાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો