તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરસાદી પાણીનો સંચય કરે તેવા મકાનોની છે જરૂરિયાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વર્તમાનસમયમાં વરસાદના પાણીનો સંગ્રહ થાય ખૂબ જરૂરી છે અને તેના માટે રેઈન વોટર હાર્વેસ્ટીંગ મકાનો બનાવવા આવશ્યક છે. ભાવનગરમાં દિવાનપરા રોડ ઉપર 100 વર્ષ જૂના મકાનો છે. તેમાં વરસાદના પાણીના સંગ્રહની સંપૂર્ણ વ્યવસ્થા છે.

સમયે રજવાડા દ્વારા અવાર-નવાર દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરવા દીર્ઘ દ્રષ્ટિથી આવા મકાનો બનાવવામાં આવ્યા હતા. મકાનોમાં ઈજનેરી કળા દ્વારા મકાનોમાં ટાંકા બનાવેલા છે. તે ટાંકામાં સંગ્રહિત વરસાદનું પાણી વર્ષો વર્ષ સુધી ચોખ્ખું રહે છે. પાણીમાં કોઈ પ્રકારની ગંધ કે જીવાત/પોરા પણ થતા નથી અને લીલ પણ થતી નથી. ગમે ત્યારે પાણીનો પીવા માટે કે રસોઈ કરવામાં ઉપયોગ કરી શકાય છે.

લોકો પ્રકારના મકાન બનાવીને જાગૃતિ દાખવે તે જરૂરી છે. જોકે હાલમાં રજવાડા સમયનાં પ્રકારના માત્ર 4થી5 મકાન દિવાનપરા રોડ ઉપર બચ્યા છે.

સૂચન| ટાંકામાં વર્ષો સુધી પાણી સચવાઈ શકે છે

સાયન્સ એક્સપ્રેસમાં ભાવેણાનો ઉલ્લેખ

દેશનાવિવિધ રેલ્વે-સ્ટેશનો ઉપર પહોંચીને લોકોને જ્ઞાન પીરસતી સાયન્સ એક્સપ્રેસમાં ભાવનગરના મકાનોનો ઉલ્લખે હોવાનું બાલેન્દુભાઈ મહેતાએ જણાવ્યું છે. ઉપરાંત ભાવનગરના લોકોને મકાનોની મુલાકાત લેવા આમંત્રણ પણ પાઠવાયું છે.

દિવાનપરા રોડ ઉપર આવેલા પ્રકારના 100 વર્ષ જૂના મકાનો રાજાઓની દીર્ઘદ્રષ્ટિની દેણગી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો