• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભારતની 20 સંસ્થામાથી ભાવેણાની એકમાત્ર અમરજયોતિ સ્કૂલને લંડનમાં એવોર્ડ એનાયત

ભારતની 20 સંસ્થામાથી ભાવેણાની એકમાત્ર અમરજયોતિ સ્કૂલને લંડનમાં એવોર્ડ એનાયત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ શિક્ષણનુ ઘોરણ ઉંચુ લાવવા તેમજ આ ક્ષેત્રે કાંતિકારક પગલા ભરવા માટે ભાવનગરની અમર જયોતિ સ્કૂલ સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલને લંડનમાં હાઉસ ઓફ કોમન્સની ઉજવણીમાં એવોર્ડ એનાયત થતા ભાવનગરનુ શૈક્ષણિક ક્ષેત્રે નામ વધુ રોશન થયુ છેે સ્ટીલ ટ્રી સંસ્થા દ્વારા ભારતમાં સર્વે કરાયા બાદ એવોર્ડમાં સ્કૂલનુ સિલેકશન કરવામાં આવેલ છે. આ વર્ષે ભારતમાંથી 20 સ્કૂલો અને ભાવનગરમાંથી માત્ર એક અમરજયોતિ સરસ્વતિ ઇન્ટરનેશનલ સ્કૂલનુ સિલેકશન કરાવામાં આવ્યુ હતુ. સિલેકશન પછી પછી વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ઓનલાઇન સર્વેમાં 70 થી 80 પ્રશ્નોના સંતોષકારક જવાબ આપ્યા બાદ આ એવોર્ડ માટે આમંત્રણ અાપવામાં આવે છે. આ વર્ષે અમરજયોતિ સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલને 5 સ્ટારમાંથી 4.3 સ્ટાર મળ્યા છે જે સિધ્ધિ મેળવવા માટે સ્કૂલના અમરજયોતિબા ગોહિલ અને સમગ્ર સ્ટાફની મહેનતનુ ફળ મળ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. બાદ ભૂમિ પર પગ અને તારાઓ પર આંખો માંડીને 25 વર્ષ પહેલા શિક્ષણનો પ્રકાશ ફેલાવવાનુ નિર્દોક્ષ સ્વપ્ન સાકાર કરવાના આરંભ થયેલ સફરમાં વર્ષો સાથે સાથે સફળતાની ખુશ્બુ ઉમેરાતી ગઇ લોકો આવતા ગયા હાથ મિલાવતા ગયા અને અમરજયોતિ ગ્રૃપ ઓફ ઇન્સ્ટિયૂશન્સનો કાફલો બનતો ગયો એક ઉમદાસાહ કે જે શ્રીમતી અમરજયોતિબા ગોહિલે આરંભેલ અને શિક્ષણના ક્ષેત્રમાં અજોડ ફાળો આપ્યો છે.તેમા આ વર્ષે એક સીમાચિન્હ સિધ્ધિ ઉમેરાઇ છે. જે 12 જુન 2018ના રોજ લંડનના હાઉસ ઓફ કોમન્સની સેરેમનીમાં G.L.I સર્ટિફીકેટ દ્વારા એવો એવોર્ડ મેળવ્યો છે. શાળાને ગ્લોબલ લીગ ઇન્સ્ટિટયુટ દ્વારા હાથ ધરાયેલ સર્વેના આધારે શિક્ષણના ધોરણોને ઉંચા લાવવા તથા શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારક પગલા ભરવા માટેની ગ્રેટ પ્લેસ ટુ સ્ટડીનુ સર્ટિફીકેટ છે. અા એવોર્ડ મળતા અમરજયોતિ સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ તેમના સ્વપ્નોના સૌદર્યમાં માને છે.અને આ સિધ્ધિથી ભાવેણાનુ નામ લંડનમાં ગુંજી ઉઠયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...