હવેથી ગમે તેટલા વિષયમાં રીએસેસમેન્ટ કરાવી શકાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
MKB યુનિ. દ્વારા રીએસેસમેન્ટ ફક્ત 2 વિષયનું જ કરાવી શકાશે તે નિયમમાં તબદીલી કરી અને હવે ગમે તેટલા વિષયોનું રીએસેસમેન્ટ કરાવી શકાશે તેવો નિયમ કરાયો છે.

માર્ચ-એપ્રિલ-2018માં લેવામાં આવેલી જુદી જુદી પરીક્ષાઓના પરીણામ બાદ રીએસેસમેન્ટ માટે અરજી કરેલા વિદ્યાર્થીઓએ અગાઉ પ્રશ્નપત્ર દીઠ 700 તેમજ લેટ ફી 350 ફી ભરી હતી. હવે અગાઉની ફીના માત્ર 20ટકા વધારો ગણી બાકીની રકમના રીફંડના ફોર્મ કોલેજ, યુનિવર્સિટી કાર્યાલય તેમજ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ ઉપરથી મેળવી શકાશે. વર્ષ 2016ની મુળ ફી હતી તેમાં 20ટકા વધારો મંજૂર રખાયો છે, હવે દર વર્ષે તેમાં 10ટકાનો વધારો થશે. રીએસેસમેન્ટ માટે 10 દિવસમાં રેગ્યુલર ફી 300 અને લેટ ફી સાથે પાંચ દિવસ સુધીમાં 1000 નક્કી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...