ઔદ્યોગિક સાહસ અંગે અપાયેલંુ માર્ગદર્શન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરાળા બ્યુરો | 25 ફેબ્રુઆરી

ઉમરાળામાં 23 તારીખના રોજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભાવનગર તથા ઔદ્યોગિક અને અગરીયા કામદાર કલ્યાણ એસોસિએશનના સંયુકત ઉપક્રમે ઔદ્યોગિક માર્ગદર્શન સેમીનાર યોજાઇ ગયો. અસંખ્ય ગ્રામજનોએ આ સેમીનારનો લાભ લીધો હતો.

ઉમરાળાના દાતાર રોડ ઉપર સુન્ની સોરઠીયા મુસ્લીમ ઘાંચી સમાજની વાડીમાં યોજાયેલ આ માર્ગદર્શન સેમીનારમાં જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના મુકેશ પંડયા, એનજીઓ તરફથી બીપીનભાઇ ભટ્ટ વિગેરેએ ઉપસ્થિત રહીને સ્વરોજગારી માટેની યોજનાકીય માહિતી પુરી પાડી હતી. તેમજ બાજપાઇ બેંકેબલ યોજના, દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના, જયોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના, વડાપ્રધાન રોજગાર સર્જન કાર્યક્રમ (પીએમઇજીપી), માનવ કલ્યાણ યોજના સહિતની વિવિધ સરકારી યોજનાઓ અન્વયે લાભ લેવા જણાવ્યુ હતુ.

તાલુકા કક્ષાએ પ્રત્યક્ષ માર્ગદર્શન આપવા માટે યોજાયેલ આ સેમીનારમાં મહિલા સશક્તિકરણ અને બેટી બચાવો કાર્યક્રમને પણ સાથે વણી લેવામાં આવ્યા હતા. ઉમરાળાના રાજકીય સામાજીક અગ્રણીઓ ડોકટરો વેપારીઓ અને મહિલાઓ સમેત અનેક લોકો આ સેમીનારમાં જોડાયા હતા.