ઓનલાઈન લગ્ન નોંધણીમાં 13%નો વધારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં મહત્વના ગણાતા લગ્નવિધિ સંપન્ન થયા બાદ તેના રજિસ્ટ્રેશન માટે અગાઉના વર્ષની તુલનામાં હવે યુવાનોમાં મેરેજ રજિસ્ટ્રેશનનો ક્રૈઝ વધી રહ્યો છે. ભાવનગર મહાનગરપાલિકામાં દર વર્ષે 3500 આસપાસ લગ્નના રજિસ્ટ્રેશન થઇ રહ્યા હોવાનું તેમજ વર્ષ દરમિયાન લગ્નગાળાની સીઝનમાં લગ્નનોંધણી માટે યુવાનોનો સારો ઘસારો રહેતો હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતુ.

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષથી લગ્નનોંંધણીની પ્રક્રિયા �ઓનલાઇન થઇ રહી છે. લગ્નનોંધણી વિભાગમાં વર્ષ દરમિયાન ખાસ કરીને જાન્યુઆરી, ફેબ્રુઆરી, ડિસેમ્બરમાં તેમજ લગ્નગાળાની અન્ય સીઝનમાં લગ્ન નોંધણી માટેના દસ્તાવેજ સબમીટ કરવા માટે યુવાનોની સારી એવી ભીડ જોવા મળતી હોય છે. આ વિભાગમાં વર્ષ દરમિયાન અંદાજે 3500 આસપાસ લગ્નની નોંધણી થતી રહે છે. લગ્ન નોંધણી માટે ભાવનગર મહાનગરપાલિકાની નીયત વેબસાઇટ પર સર્ચ કરીને મેરેજ રજિસ્ટ્રેશનના �ઓપ્શનમાં કલીક કરતા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં અપાયેલું ફોર્મ નીયત સૂચના મુજબ ભરીને સબમીટ કરી તેની પ્રિન્ટ અને લગ્ન કંકોત્રી,વર-કન્યાના જન્મતારીખના દાખલા વ. જરૂરી આધારો સૂચવેલી તારીખે ભાવનગર મહાનગરપાલિકામાં જમા કરાવવા જવાના રહેશે. એક અંદાજ મુજબ શાસ્ત્રોકત વિધિપૂર્વક લગ્ન કરનારા�ઓની તુલનામાં પ્રેમલગ્ન કરનારા�ઓ દ્વારા લગ્નની કાયદેસરની નોંધણી માટે પ્રમાણમાં વધુ ચોકસાઇ અને ઝડપ રાખવામાં આવતી હોવાનું જાણવા મળેલ છે.

લગ્નનોંધણી માટે થતો મામુલી ખર્ચ
ભાવનગર મહાનગરપાલિકામાં લગ્નના 1 માસમાં જ નોંધણીની ફી રૂા 5, 3માસની અંદર નોંધણીની ફી રૂા 15 તેમજ 3 માસથી વધુના સમય બાદ નોંધણીની ફી રૂા 25 તેમજ અન્ય ફી મળી કુલ રૂા 45 ના મામુલી ખર્ચમાં લગ્નનોંધણી થતી હોય છે. ઓનલાઈનને લીધે હવે નોંધણી કાર્ય સરળ બન્યું છે.

લગ્નનોંધણી સરળ પ્રક્રિયા.....
છેલ્લા 5 વર્ષ દરમિયાન આ વિભાગમાં અંદાજે 15000 આસપાસ ફોર્મ રજિસ્ટર્ડ થયા છે. અગાઉ પાસપોર્ટ-વિઝા માટે મેરેજ રજિસ્ટ્રેશન સર્ટી. ફરજીયાત હતુ ત્યારે સરકાર દ્વારા આધારકાર્ડને ફરજીયાત કરાતા મેરેજ સર્ટી.મરજીયાત થયેલ છે. આર.કે. િસન્હા, હેલ્થ ઓફીસર ભાવનગર મહાનગરપાિલકા

વર્ષ લગ્ન નોંધણી સંખ્યા
વર્ષ સંખ્યા

2017 3400

2016 3300

2015 3000

અન્ય સમાચારો પણ છે...