આર્થિક કટોકટી અને મેદસ્વીતા સામે જંગ જીતી બન્યા પ્રોફેસર
હકારાત્મક અભિગમ, દ્રઢ નિર્ધાર હોય તો માણસને આર્થિક જર્જરીતા અને અસાધારણ શારીરિક ક્ષમતા પણ પરાસ્ત કરી શક્તા નથી અને મનમાં નિર્ધારેલા લક્ષ્યાંક સુધી પહોંચી શકાય છે તેવું દ્રષ્ટાંત ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન એક ખાનગી કોલેજના વ્યાખ્યાતા રાધાબેન ત્રિવેદીએ બેસાડ્યુ છે.
પારિવારીક મેદસ્વીતાને કારણે બાળપણથી અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા રાધાબેન ત્રિવેદીએ બાળમંદિરથી ધો.12 સુધીનું શિક્ષણ મુક્તાલક્ષ્મી સ્કૂલમાં મેળવ્યુ હતુ. 12મા ધોરણમાં 75 ટકાથી સફળતા મેળવ્યા બાદ રાધાબેનને આગળ ભણવા માટે કૌટુંબિક આર્થિક દુર્બળતા હાવિ થવા લાગી હતી. રાધાબેનના જણાવ્યા મુજબ તેઓા કાકા અને ફુઇબા આગળ આવ્યા અને શૈક્ષણિક કારકીર્દિને આગળ ધપાવવામાં સગવડતા કરી આપી હતી. બી.કોમમાં ડિસ્ટીન્કશન માર્ક્સ મેળનાર રાધાબેનના પિતાએ હવે અભ્યાસ છોડી અને કુટુંબની મદદ માટે નોકરીએ લાગી જવા કહ્યુ હતુ. પરંતુ સ્વામિસહજાનંદ કોલેજ ઓફ કોમર્સના ડૉ.સવાણી અને ડૉ.હેતલબેન દ્વારા કરવામાં આવેલી મદદથી મદદથી એમ.કોમમાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન હાંસલ કરી અને ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કર્યો હતો.
રાધાબહેનની ક્ષમતાને પારખી ગયેલા સ્વનિર્ભર કોલેજના સંચાલકોએ તેઓને એમ.ફિલનો અભ્યાસ કરાવ્યો અને તેમાં પણ તેઓએ વિરાટ િસદ્ધી હાંસલ કરી અને યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો. રાધાબહેન છેલ્લા ચાર વર્ષથી સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં ફિનાન્સ અને એકાઉન્ટ િવષયના અધ્યાપક તરીકે ફરજ બજાવી રહ્યા છે. અનેપોતાના ટિચીંગ પાવરને કારણે િવદ્યાર્થીઓમાં પણ લોકપ્રિય બની ગયા છે.