• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • પદ્મશ્રી એવોર્ડ મેળવનાર તેમજ એવરેસ્ટ સર કરનારનું સન્માન

પદ્મશ્રી એવોર્ડ મેળવનાર તેમજ એવરેસ્ટ સર કરનારનું સન્માન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ પેરા ઓલિમ્પિક ભાલા ફેંકમાં પ્રથમ આવનાર અને પદ્મશ્રીનો એવોર્ડ મેળવનાર દેવેન્દ્ર જાજડીયા અને એવરેસ્ટ સર કરનાર આશા જાજડીયાના સન્માનનું ભાવનગરમાં સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓ અને જાજડીયા પરિવાર દ્વારા આયોજન કરાયું છે. ઓલમ્પિકમાં ભાલા ફેંકમાં મુળ રાજસ્થાનના પુરૂ જિલ્લાના રાજગઢ તાલુકાના રતનપુર ગામના દેવેન્દ્ર જાજડીયાએ વર્લ્ડ લેવલે પ્રથમ નંબર પ્રાપ્ત કરી ભારતનું ગૌરવ વધાર્યું છે. જેઓને તાજેતરમાં રાષ્ટ્રપિતાએ પદ્મશ્રી એવોર્ડ એનાયત કરેલ છે. રમત-ગમત ક્ષેત્રે અનેક ગોલ્ડ મેડલ મેળવેલ દેવેન્દ્ર જાજડીયાને સરકારે કલાસ વન નોકરી સાથે 65 લાખ રમત-ગમતના સાધનો વસાવવા ફાળવ્યા છે. તેવી જ રીતે રાજસ્થાનના ઝુઝ િજલ્લાના ખેતડી ગામના આશા જાજડીયા કે જેઓએ એવરેસ્ટ સર કરી ગૌરવ પ્રદાન કર્યું છે. બન્નેનું એપ્રિલમાં ભાવનગરમાં જાજડીયા પરિવાર તેમજ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સન્માન કરાશે.

આશા જાજડીયા

દેવેન્દ્ર જાજડીયા

અન્ય સમાચારો પણ છે...