તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેદાન માટે ગ્રાન્ટ 1 વર્ષથી પાસ થઇ, કામ શરૂ થયુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એકસમયે સમગ્ર વેસ્ટ ઝોનમાં લાઇવ વિકેટ માટે જાણીતી ભાવનગર યુનિવર્સિટીના ક્રિકેટ માટેના ઔરંગઝેબ ગણાતા સત્તાધિશોએ છેલ્લા 15 વર્ષમાં મેદાનની જર્જરીત હાલત કરી નાંખી છે. ગત બોર્ડ ઓફ સ્પોર્ટ્સની બેઠકમાં મેદાન માટે રકમની ફાળવણી કરવામાં આવી હોવા છતા એક વર્ષથી ગ્રાન્ટની રકમ પણ વાપરવામાં આવી નહીં અને કોઇ કામ પણ કરવામાં આવ્યુ નથી.

1992 અને 1994માં ભાવનગર યુનિ. ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રણજી ટ્રોફી મેચો રમાડવામાં આવી હતી, ઉપરાંત 1992માં વેસ્ટઝોન ઇન્ટર યુનિવર્સિટી ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ. પરંતુ છેલ્લા 15 વર્ષથી યુનિવર્સિટીના સત્તાધિશોને ક્રિકેટ સુગને કારણે મેદાનની કંગાળ હાલત થઇ ગઇ છે.

પ્રેક્ટિસ માટે ખેલાડીઓની નેટ, પોલ તદ્દન તૂટી ગયા છે, સિમેન્ટની પિચમાં ઠેર ઠેર ગાબડાં પડી ગયા છે. ક્રિકેટ મેદાનમાં ગાંડું ઘાસ ઉગવા લાગ્યુ છે. 30 યાર્ડની બહાર સંપૂર્ણ મેદાનમાં ઘાસ બીછાવવા માટે કોઇ દરકાર લેવામાં આવતી નથી. 15 લાખ યુનિ. મેદાન, 15 લાખ સીડ ફાર્મ માટે ફાળવવામાં આવ્યા પરંતુ બે માંથી એક પણ જગ્યાએ 1 વર્ષ દરમિયાન કામગીરી કરવામાં આવી હતી અને ગ્રાન્ટ વણ વપરાયેલી પડી રહી હતી.

રકમની પુન: ફાળવણી કરી છે

^હા,યુનિ. ક્રિકેટ મેદાન માટે જે કોઇ ગ્રાન્ટની અગાઉ ફાળવણી કરવામાં આવી હતી, તે વપરાઇ નથી. ગઇકાલે મળેલી બેઠકમાં તેની પુન: ફાળવણી કરવામાં આવી છે. તેમાંથી વિકાસ કામો હાથ ધરવામાં આવશે. સ્પોર્ટ્સના વિકાસ માટે કોઇપણ પ્રકારની લાપરવાહી ચલાવી લેવાશે નહીં. >વેદાંતભાઇપંડ્યા, રજીસ્ટ્રાર,મહારાજા કૃષ્ણકુમાસિંહજી ભાવનગર યુનિવર્સિટી

ક્રિકેટરો માટેની પ્રેક્ટિસની જગ્યા, મેદાન, પેવેલિયન, ડ્રેસિંગ રૂમ સહિતની બાબતોમાં કોઇ કાર્યવાહી થતી નથી

બેદરકારી |ક્રિકેટની ઔરંગઝેબ ગણાતી ભાવનગર યુનિ.ના સત્તાધિશો દ્વારા ક્રિકેટ મેદાનની સતત ઉપેક્ષા

વિવાદીત જગ્યા માટે લાખની ફાળવણી કરી હતી

ભાવનગરયુનિવર્સિટીની બોર્ડ ઓફ સ્પોર્ટ્સની ગત વર્ષની મીટિંગ દરમિયાન ક્રિકેટ ગ્રાઉન્ડના વિકાસ માટે કુલ લાખની ફાળવણી કરવામાં આવી હતી, તે પૈકી 15 લાખ રૂપિયા સીડ ફાર્મમ વાળી જગ્યામાં ક્રિકેટનું ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવવા માટે ફાળવવામાં આવ્યા હતા. જગ્યા લાંબા સમયથી વિવાદમાં હોવા છતા બોર્ડ ઓફ સ્પોર્ટ્સ દ્વારા તેનો વિકાસ કરવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. અને જ્યાં ખરેખર મેદાનના વિકાસની આવશ્યક્તા છે તે યુનિ. ગ્રાઉન્ડ માટે અપૂરતા 15 લાખની ફાળવણી કરાઇ હતી.

સ્વ.જયંતિ ધરાજીયા ઇન્ટર કોલેજ ક્રિકેટ ટુર્ના. રમાશે

ભાવનગરયુનિવર્સિટીની બોર્ડ ઓફ સ્પોર્ટ્સની ગઇકાલે મળી ગયેલી બેઠકમાં વર્ષોથી બંધ પડી ગયેલી વિનૂ માંકડ ઇન્ટર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટને પુન: ચાલુ કરી અને તેને સ્વ.જયંતિભાઇ ધરાજીયા ઇન્ટર કોલેજ ક્રિકેટ ટુર્ના. નામ આપવું તેવું ઠરાવવામાં આવ્યું છે. ઇન્ટર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ કેવી રીતે અને ક્યારે રમાડી શકાય, કેવા ફોર્મેટમાં તેનું આયોજન કરવું જોઇએ તેના માટેની એક સમિતિની રચના કરવામાં આવી છે અને તેઓનો રિપોર્ટ આવી ગયા બાદ ટુર્નામેન્ટ ચાલુ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો