તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • જીતુભાઇના જન્મ દિને વૃક્ષારોપણ અને નિ:શુલ્ક સારવાર કેમ્પ યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીતુભાઇના જન્મ દિને વૃક્ષારોપણ અને નિ:શુલ્ક સારવાર કેમ્પ યોજાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગરપશ્ચિમના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના જન્મ િદવસ નિમિત્તે આગામી તા.11મી સપ્ટેમ્બરને રવિવારના રોજ સવારે વૃક્ષારોપણ અને નિ:શુલ્ક િવશિષ્ટ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના જન્મ િદવસ નિમિત્તે આગામી તા.11ને રવિવારે સવારે 8 કલાકે સેતુપાર્ટી પ્લોટ, જૂની સ્ટર્લિંગ હોસ્પિટલની બાજુમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે. જેમાં તેમની 2015-16ની એમએલએ ગ્રાન્ટમાંથી રામમંત્ર મંદિરથી દીલબહાર ટાંકી થઇ શહેરના જવેલ્સ સર્કલ સુધી ટ્રી ગાર્ડ સાથે વૃક્ષારોપણ કરાશે. તેમજ તેમના જન્મ િદવસે પરંપરાગત યોજવામાં આવતો મેગા મેડિકલ કેમ્પ વખતે ગાયત્રી પ્રાથમિક શાળા ઇશ્વરનગર, ચિત્રા-સીદસર રોડ, ખાતે યોજાશે.

નિ:શુલ્ક િવશિષ્ટ સારવાર કેમ્પમાં સર ટી. હોસ્પિટલ ભાવનગરના સહયોગથી બાળ રોગો, આંખના રોગો, હાડકાના રોગો માટે તથા અન્ય તબીબી સેવાઓ અને દવાઓ િવનામૂલ્યે આપવામાં આવશે. તેમજ મહિલાઓમાં થતાં વિવિધ કેન્સર જેવા ગંભીર રોગો અને અન્ય સ્ત્રી રોગોની તપાસ અને સારવાર કરવામાં આવશે. પીએનઆર સોસાયટીના સહયોગથી 10 થી 35 વર્ષ સુધીની બહેનોને િવનામૂલ્યે રૂબેલા રસીકરણ આપવામાં આવશે. તેમજ આંખની તપાસ કરી જરૂર પડ્યે મોતીયાના ફ્રી ઓપરેશન અને લેન્સ પણ મુકી અપાશે.

સ્વામી િવવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજના સહયોગથી યોજનારા િન:શુલ્ક િનદાન કેમ્પમાં જરૂરિયાતમંદોને અને સારવાર અપાશે અને સત્યસાંઇ સેવા ટ્રસ્ટ દ્વારા 18 થી 60 વર્ષના હૃદય રોગના દર્દીની તપાસ કરી સારવાર મફતમાં કરી આપવાની વ્યવસ્થા કરાશે. જેથી કેમ્પનો લાભ લેવા શહેર ભાજપ અધ્યક્ષ સનતભાઇ મોદીએ અનુરોધ કર્યો છે.

કેમ્પમાં િવવિધ રોગોની તપાસ અને સારવાર ઉપરાંત દવા, ચશ્મા, લેન્સ પણ િવનામૂલ્યે અપાશે

ઉજવણી | 11મી સપ્ટેમ્બરના રોજ િવશિષ્ટ આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો