તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિને 80 અરજદારોને ધક્કામાંથી મળેલી મુક્તિ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર | શહેરમાં થઇ રહેલા બાંધકામોમાં મહિને 125 ચો.મી. અંદરની સરેરાશ 80થી 85 અરજદારોની ફાઇલ કોર્પોરેશનમાં મંજુરી માટે આવતી હતી. રાજ્ય સરકારે મંજુરીમાંથી મુક્તિ આપતા હવે 80 જેટલા અરજદારોને કોર્પો.ના દાદરો ચડવામાંથી રાહત થઇ છે.

ભાવનગર મ્યુ. કોર્પોરેશનમાં બાંધકામ માટેની મંજુરી માટે અરજદારોએ ધક્કા ખાવા પડતા હતા, પરંતુ રાજ્ય સરકારે તાજેતરમાં 125 ચો.મી. સુધીના બાંધકામમાં મંજુરી લેવામાંથી મુક્તિ આપતા અરજદારોમાં મોટી રાહત જન્મી છે. હાલમાં ઓટો ડીસીઆર સિસ્ટમ લાગુ પડતા બાંધકામોની મંજુરીમાં નાના બાંધકામોને મુશ્કેલી વધી હતી. મામલે મુખ્યમંત્રી સુધી ભાવનગરની રજૂઆતો થઇ હતી. પરંતુ મંજુરીના મામલે ફાઇનલ ઉકેલ આવી જતા હવે નાના બાંધકામોને રાહત થશે.

કોર્પો.માં હજુ પરિપત્ર મળ્યો નથી

જોકે,બાંધકામની મંજુરી માટે આવતી ફાઇલોમાં રાજ્ય સરકારના પરિપત્ર આવ્યા બાદ નિર્ણય લેવામાં આવશે. હાલમાં મ્યુ. કોર્પોરેશનમાં રાજ્ય સરકારનો પરિપત્ર મળ્યો નહી હોવાનંુ સૂત્રોએ જણાવ્યંુ હતંુ. જે પરિપત્ર આવ્યા બાદ પેન્ડિંગ ફાઇલોનો નિકાલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો