તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ચૂંટણીમાં પોલિંગ ઓફિસરોને માર્ગદર્શન આપશે મોબાઈલ એપ

ચૂંટણીમાં પોલિંગ ઓફિસરોને માર્ગદર્શન આપશે મોબાઈલ એપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્રામપંચાયત, તાલુકા પંચાયત, િજલ્લા પંચા.થી માંડી િવધાનસભા, લોકસભા સુધીની દરેક ચૂંટણીઓમાં કામગીરી કરવી દરેક પોલિંગ ઓફિસર માટે માથાનો દુ:ખાવો હોય છે. તે દુ:ખાવો હળવો થાય અને કામગીરી સરળ તેમજ વધુ સારી રીતે થઈ શકે તેના માટે ચૂંટણી પંચ દ્વારા વખતે સૌપ્રથમવાર મોબાઈલ એપનો ઉપયોગ કરવામાં આવશે.

ચૂંટણી પંચ દ્વારા દરેક જિલ્લાના ચૂંટણી અધિકારીઓને ઈલેકશન ટ્રેનિંગની એપ્લીકેશન ડાઉનલોડિંગ માટે પરિપત્ર કરીને સૂચના આપી છે. મુખ્ય ચૂંટણી અધિકારી, ગાંધીનગરથી જણાવવામાં આવ્યું છે કે એન્ડ્રોઈડ બેઈઝડ મોબાઈલ એપ IIIDEM દ્વારા િવકસાવવામાં આવી છે.

ટેક્નોલોજી| સૌપ્રથમવાર ઈલેકશન ટ્રેનિંગની એપ્લીકેશન

કામના ભારણથી હાર્ટએટેકના કિસ્સા પણ નોંધાયેલા

કાર્યભારવધી જતા પ્રિસાઈડીંગ ઓિફસર, પોલિંગ સ્ટાફને હાર્ટએટેક આવ્યાના િકસ્સા પણ બન્યા છે ત્યારે દરેક માટે હાથવગું ગણાતું સાધન મોબાઈલમાં ટ્રેનિંગ એપ આવી જતા કર્મચારીઓને ચોક્કસપણે રાહત થશે.

તાલીમના વિડીયો પણ જોવા મળશે

Àચૂંટણીની કામગીરી શરૂ થવાથી માંડી પરિણામ સુધીની તાલીમ તેમાંથી મળશે.

À તાલીમના િવડિયો પણ એપમાં ઉપલબ્ધ કરાયા છે.

À ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને મોડમાં ઉપયોગિતા જળવાઈ રહેશે તે એપની વિશેષતા છે.

À ગૂગલ પ્લે સ્ટોરમાંથી એન્ડ્રોઈડ કે કોઈપણ સ્માર્ટ ફોનમાં એપ્લીકેશન ડાઉનલોડ કરી શકાશે.

À ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા તમામ સ્ટાફને તેમાંથી માર્ગદર્શન મળશે.

ચૂંટણીપંચ દ્વારા દરેક િજલ્લાના ચૂંટણી અધિકારીઓને પરિપત્ર જારી કરીને ડાઉનલોડિંગ માટે સૂચનાઓ અપાઈ

અન્ય સમાચારો પણ છે...