GIDC કામદારોના બેંક એકાઉન્ટ ખોલાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશલેસઈન્ડિયાનું અભિયાન આગળ ધપી રહ્યું છે અને જે શ્રમિક કામદારો છે તેમજ તેના ખાતા પણ બેંકમાં નથી તેઓને આગામી દિવસોમાં તકલીફ પડે તેના માટે વિઠલવાડી એસોિસએશન દ્વારા આયોજન ગોઠવવામાં આવ્યું છે. જીઆઈડીસીના વિવિધ યુિનટના 500 જેટલા કામદારોના બેંક એકાઉન્ટ ખોલવામાં આવશે. જેમાં પરપ્રાંતિય શ્રમિકો પાસે અન્ય કોઈ પુરાવા હોય તો માત્ર આધારકાર્ડથી જે ખાતા ખોલવાની તંત્ર દ્વારા વ્યવસ્થા કરાઈ છે.

500 અને 1000 રૂપિયાની નોટ બંધ થયા પછીથી બેંક એકાઉન્ટ અને કેશલેસ વ્યવહારની જરૂરિયાત ઊભી થઈ છે. તે

...અનુસંધાનપાના નં.09

અંતર્ગતજીઆઈડીસી િવઠલવાડી એસોસિએશન દ્વારા આસિસ્ટન્ટ લેબર કમિશનર, એસબીઆઈ નીલમબાગ શાખા મેનેજર શેઠ બ્રધર્સના ગૌરવભાઈ શેઠ, સિમ્કો ઈન્ડસ્ટ્રીઝના બિરેનભાઈ શાહ, હંસા કેમિકલ્સના શરદભાઈ શાહ, સિદ્ધપુરા એન્જિનિયરીંગના ઊર્વિશભાઈ િસદ્ધપુરા વગેરેની બેઠક યોજાઈ હતી. જેમાં તમામ શ્રમિકોના એકાઉન્ટ ખોલવા માટે સરકારીતંત્ર દ્વારા હકારાત્મક સહયોગ આપવાની ખાત્રી આપવામાં આવી હતી.

ક્રેડિટ-ડેબિટ કાર્ડથી કેશલેસ વ્યવહાર

અત્યારસુધી કામદારોના ખાતા હોવાથી રોકડ રકમથી વ્યવહાર કરતા હતા અને તેમને પગાર પણ હાથમાં અપાતો હતો. હવે તેમના એકાઉન્ટ ખુલી ગયા બાદ તરત ક્રેડીટ કાર્ડ અને ડિબેટ કાર્ડ અપાય જશે. જેનાથી શ્રમિકો પણ કેશલેસ વ્યવહાર કરતા થઈ જશે. કેશલેસ ઈન્ડિયા બનાવવા માટેનું એક પગલું છે.

ઝુંબેશ | આધારકાર્ડથી પરપ્રાંતિય શ્રમિકોને પણ લાભ મળશે

અન્ય સમાચારો પણ છે...