બેન્કોમાં અને ATMમાં રોકડના અભાવે હેરાનગતિ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિસેમ્બરમાસની પહેલી તારીખથી કર્મચારીઓનો પગાર થયો ત્યારથી શહેરમાં પગાર ઉપાડવા જાય એટલે ગ્રાહકોને એક જવાબ મળે છે કે કેશ ખલાસ. રોકડ રૂપિયા નથી બેન્કોમાં અને નથી એટીએમમાં તો જાય છે ક્યાં સવાલ હવે હર કોઇ પ્રજાજનોમાં ઉભો થયો છે. પોતાના પગારના રૂપિયા ઉપાડવા છેલ્લા ચાર દિવસથી હજારો ભાવેણાવાસી” જાણે સડક પર આવી ગયા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રિઝર્વ બેન્ક દ્વારા તો એકથી વધુ વખત બાયંધરી આપવામાં આવી હતી કે પગારમાં કોઇ વાંધો નહીં આવે પૂરતી રોકડ છે પણ હવે જ્યારે ખરેખર પગાર ચૂકવવાનો વખત આવ્યો છે ત્યારે બેન્કો અને તેના એટીએમની સિસ્ટમ તદ્દન ફ્લોપ શો પૂરવાર થઇ છે. લોકો દરરોજ બેન્કે અથવા એટીએમમાં જાય ત્યારે કશે નથી એવું સાંભળવા મળે છે અને વધુ એક ધક્કો નિષ્ફળ જાય છે.

ભાવનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી 90 ટકાથી વધુ એટીએમ માત્ર શોભાના ગાંઠીયા બની ગયા છે અને બેન્કો કેશના અભાવના બહાને એક પછી એક મુદ્દત આપે છે. પગાર બાદ કર્મચારીઓને દૂધ, કરિયાણુ, સહિતના માસિક લ્હેણાની રકમ ચૂકવવાની હોય છે અને તેમાં ચેક કામ લાગતા નથી. ઉપરાંત શિક્ષણ ફી, વીજ બીલ, લાઇટ બીલ, ટેલિફોન અને મોબાઇલના ખર્ચા ભરવાના હોય છે. આમા કાંઇ બધા લોકો ચેકથી ખર્ચા ભરતા હોય તેવું નથી. ભાવનગરમાં આજે પણ મોટા ભાગના નગરજનો પગાર બાદ રોકડમાં ખર્ચા ભરવા ટેવાયેલા છે તેઅોને મુશ્કેલી નડી રહી છે.

મૂળ પ્રશ્ન છે કે ભાવનગરની બેન્કોને જે રોકડ મળે છે તે જાય છે ક્યાં માન્યું કે થોડી “છી મળતી હશે પણ જે મળે છે તે મળી હોય રીતે પગાર થયા બાદની તારીખોમાં આપવામાં આવે છે. બેન્કોમાં સાપ્તાહિક મર્યાદા રૂા.24 હજારની છે પણ ગ્રાહક જાય ત્યારે પૂરા 10 હજાર પણ મળતા નથી. ખાનગી બેન્કોમાં તો અનાથ પણ બદતર હાલત છે. આવું એટીએમમાં છે. મશીન કેશલેસ હોય છે. બેન્કો ગ્રાહકો પાસે સુવિધા આપે ત્યારે કહેતા હોય છે કે 365 દિવસ અને 24 કલાક મશીનમાંથી રોકડા રૂપીયા મળશે પણ ખરા વખતે સિસ્ટમ તો સદંતર નિષ્ફળ ગઇ છે અને અગાઉ જે ભરોસો બેઠો હતો તેનો પણ નાશ થઇ રહ્યો છે. સંજોગો હોવા છતાં પ્રજાના એક પણ પ્રતિનિધિ પણ પ્રશ્ને કાંઇ બોલતા નથી.

આજે તો એવો માહોલ છે કે લોકો જ્યારે બેંકમાં પૈસા લેવા માટે જાય ત્યારે તેમને નો કેશનો જવાબ સાંભળવા મળે છે. જ્યારે શહેરના એટીએમની સ્થિતિ આજથી 26 દિવસ પહેલા હતી તેના કરતા પણ વધુ ખરાબ થઇ છે. શહેરના લગભગ 90 ટકા જેટલા એટીએમ તો શોભાના ગાંઠિયા સમાન થઈ ગયા છે. જ્યારે બાકીના 10 ટકા એટીઅેમમાં પણ માત્ર એક રૂા.2000ની નોટ મળે છે. તે માટે અડધી રાતે પણ એકાદ કલાક લાઇનમાં ઉભા રહેવું પડે છે. સ્થિતિમાં નોકરિયાત વર્ગમાં રોષ ભભૂકી રહ્યો છે અને પૈસાના અભાવે તેમને વલખા મારવાનો વારો આવ્યો છે.

શહેરમાં રૂા.500ની નવી નોટના દર્શન દુર્લભ

એ.ટી.એમ.માંથીપ્રતિદિન રૂા.2500 ઉપાડી શકાતા હોવા છતાં એ.ટી.એમ.માંથી માત્ર રૂા.2000 ની એક નોટ નીકળતી હોઇ લોકો અટવાયાં હતા. એક તરફ બેંક સત્તાધીશો દ્વારા રૂા.500ની નોટ એ.ટી.એમ.માંથી આપવામાં આવશે તેવી કરાયેલી જાહેરાત પોકળ સાબિત થતાં લોકોની હાડમારી વધી જવા પામી છે.

બેન્કમાં રોકડ ઉપાડના મામલે ગ્રાહકો સાથે રકઝક

બેન્કોમાંઆમ તો અઠવાડિયામાં મહત્તમ રૂા.24 હજાર તબક્કાવાર કે એક સાથે ઉપાડવાનો નિયમ હોવા છતાં બેન્કો દ્વારા ગ્રાહકોને રૂા.5 હજારથી રૂા.10 હજાર સુધીની રકમ અપાતી હોઇ ગ્રાહકો અને બેંક કર્મચારી�ઓ વચ્ચે ઠેરઠેર રકઝકના દ્રશ્યો સર્જાય હતા.

શહેરના તમામ એટીએમ શોભાના ગાંઠીયા બની ગયા : બેન્કોમાં આવતા રૂપિયા જાય છે ક્યાં ?

પેચીદો પ્રશ્ન| બેન્કોમાં ખાતામાં તો પૈસા છે પણ નોકરીયાતોને મળે કઇ રીતે તે પ્રશ્ન ?

અન્ય સમાચારો પણ છે...