તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • મહુવા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભારે રસાકસી ભર્યો માહોલ

મહુવા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભારે રસાકસી ભર્યો માહોલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવામાર્કેટ યાર્ડની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપે પોતાના અનુભવી ઉમેદવારોને મેદાનમાં ઉતારતા ચૂંટણીમાં ગરમાવો આવ્યો છે.

મહુવા માર્કેટીંગ યાર્ડની ચુંટણીમાં કોંગ્રેસે ઉતારેલા અનુભવી, જુના અને સહકારી આગેવાનોની પેનલ સામે ભાજપે પણ વર્તમાન ચેરમેન ઘનશ્યામભાઇ પટેલની આગેવાની નીચે પેનલ ઉતારતા ભારે રસાકસી ભરી ચૂંટણી બની છે.

મહુવા યાર્ડની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષે ઉમેદવારો તરીકે જુના સહકારી કાર્યક્ષેત્રના અનુભવી અને ધુરંધર આગેવાનો પાસે ઉમેદવારી કરાઇ છે. મહુવા માર્કેટ યાર્ડના માજી પ્રમુખો ગભરૂભાઇ જાજડા, બીપીનભાઇ જોષી, માજી ડાયરેકટર ભાણભાઇ બારૈયા, તેમજ મહુવા ખરીદ વેચાણ સંઘના માજી ડાયરેકટર અને યુથ કોંગ્રેસના પ્રમુખ વિજયભાઇ બારૈયા, તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી પરેશભાઇ જીંજાળા, રતિગર, મંત્રી લવજીભાઇ પ્રજાપતિ, પટેલ ખેડૂત અગ્રણી મનજીભાઇ પટેલ તલગાજરડા તેમજ ખેડૂત અગ્રણી પાંચાણી આહિર સમાજના સેફાભાઇ નકુમની ઉમેદવાર તરીકે પસંદગી કરી છે.

ખેડૂતો જયારે અત્યારે ખુબ તકલીફમાં છે ત્યારે બિયારણ ખાતર અને મજુરી ચુકવવા માટે ખેડૂતો પાસે પૈસા હોવાથી મુદ્દો મહત્વનો બની રહેશે. જયારે ભાજપ તેના વર્તમાન વહિવટના જોરે ચૂંટણી લડી રહી છે.

બંને પક્ષે ભારે રસાકસી ભર્યો માહોલ સર્જાયો છે. ચૂંટાવા બંને પક્ષે દાવા કરાયા છે. ત્યારે આગામી થોડા દિવસોમાં ખેડૂતો કોના પર પસંદગીનો કળશ ઢોળશે તેનુ ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

પસંદગીનો કળશ ઢોળવા ખેડૂતો પણ મેદાનમાં

બંને પક્ષે અનુભવી ઉમેદવારોને મેદાનમાં ઉતારાતા રાજકીય માહોલ ગરમાયો

અન્ય સમાચારો પણ છે...