તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોશિયલ મીડિયાના અતિરેકથી બગડે છે માનસિક સ્વાસ્થ્ય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર |27 નવેમ્બર

મહારાજાકૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ની શામળદાસ આર્ટસ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા ભાવિક કામદારે મનોવિજ્ઞાન વિષયમાં ફેસબૂક અને વોટસ એપનો ઉપયોગ કરતા સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય, હતાશા, સહનશીલતા અને મનોવૈજ્ઞાનિક સુખાકારી અંગેનો વિષ્લેષણાત્મક અભ્યાસ પર ડો.અરવિંદ ડુંગરાણીના માર્ગદર્શન હેઠળ મહાશોધ નિબંધ લખ્યો અને તેને એમ.કે.બી.યુનિ.એ સ્વીકારતા તેઓને પી.એચડી.ની પદવી મળી છે. શોધ નિબંધમાં મુખ્ય તારણ નિકળ્યું છે કે જે વિદ્યાર્થીઓ વધુ પ્રમાણમાં ફેસબૂક કે વોટસ એપનો ઉપયોગ કરે છે તેનું માનસિક સ્વાસ્થ્ય બગડે છે.

ફેસબૂક અને વોટસ એપના ઉપયોગના વિશિષ્ટ સંશોધનાત્મક તારણમાં જણાવાયું છે કે વિદ્યાર્થીઅો વધુ માત્રામાં ફેસબૂક અને વોટસ એપનો ઉપયગો કરે છે તેમાં છોકરીઓનાા પ્રમાણમાં છોકરાઓ વધુ પ્રમાણમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે અને આથી તેનામાં માનસિક સ્વાસ્થ્યનું પ્રમાણ કમજોર જોવા મળે છે. તદઉપરાંત હતાશાનું પ્રમાણમાં તેમનામાં વધુ જોવા મળે છે. મનોવિજ્ઞાનના વિષયમાં ડો.ભાવિક કામદારે અભ્યાસમાં ભાવનગર જિલ્લાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓની પસંદગી કરી હતી અને બાદમાં તેમનું માનસિક સ્વાસ્થ્ય, હતાશા, સહનશીલતા અને મનોવૈજ્ઞાનિક સુખાકારી જેવા પરિબળોનો અભ્યાસ કર્યો હતો.

છોકરીઓ કરતા છોકરાઓ વધુ ઉપયોગ કરે છે

ફેસબૂક- વોટસ એપ જેવા સોશિયલ મીડિયાના પ્રભાવ વિષે ભાવિક કામદારને પીએચડીની ડિગ્રી

અન્ય સમાચારો પણ છે...