તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • લાંબો સમય સુધી શરદી રહે તો બાળકોને ન્યૂમોનિયાની શકયતા

લાંબો સમય સુધી શરદી રહે તો બાળકોને ન્યૂમોનિયાની શકયતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિયાળાનીસિઝનમાં વાલી�ઓ દ્વારા નાના બાળકોના આરોગ્યની ખાસ દેખભાળ રાખવામાં આવે તેવી બાળરોગ તજજ્ઞો દ્વારા સલાહ અપાઇ રહી છે. જો બાળકોને લાંબો સમય શરદી રહે તો તેને ન્યુમોનિયા થવાની સંભાવના હોય વાલી�ઓએ અંગે જાગૃત રહેવુ જરૂરી છે.

સામાન્ય રીતે શરદીની સિઝનમાં દરેક વયના લોકોઅે તકેદારી રાખવી આવશ્યક છે.પરંતુ સિઝનમાં બાળકોની તો ખાસ કરીને વધુ તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે કારણ કે, મોટી ઉંમરના લોકોની તુલનામાં નાની વયના બાળકોમાં રોગ પ્રતિકારક શકિતની ક્ષમતા �ઓછી હોય છે. ઉપરાંત નાની વયના બાળકો તે બતાવી પણ શકતા નથી કે તેને ઠંડી લાગી રહી છે.

માસુમ બાળકોના સ્વાસ્થ્યની દેખભાળ રાખવા માટે વાલી�”ની જાગૃતિ ખાસ જરૂરી છે. અંગે બાળરોગ નિષ્ણાંત તબીબો દ્વારા વાલી�ઓ માટે જરૂરી ટીપ્સ અપાઇ છે. જે મુજબ વાલી�ઓએ પોતાના બાળકના રસીકરણ સમયસર કરાવી લેવા જોઇએ જેથી બાળકો બીમારી અને અન્ય કોઇપણ પ્રકારના ખતરાથી દૂર રહી શકે.

નાના બાળકોના પગ અને માથુ હંમેશા ઢાંકી રાખવુ જોઇએ. બાળકને હંમેશા શાળામાં સાફ-સફાઇ બાબતે પ્રોત્સાહિત કરવા જોઇએ. લાંબા સમય સુધી શરદી ધરાવનારા બાળકોને ન્યુમોનીયા થવાની સંભાવના રહેલી છે. નવજાત બાળકની રોગ પ્રતિકારક ક્ષમતા જાળવી રાખવા માટે તેને નીયમીતપણે સ્તનપાન કરાવવુ જોઇએ.

નિશાળે જતા બાળકોને પાૈષ્ટિક આહાર આપવો અને તે�ઓને છીંક અથવા ખાંસી ખાતી વેળા રૂમાલ રાખવાની ટેવ પાડવી જોઇએ. બહાર ઠંડી વધુ હોય ત્યારે બાળકોને ઇન્ડોર ગેમ રમવા માટે પ્રોત્સાહિત કરવા જોઇએ. શરદીની સીઝનમાં બાળકોને સતત ગરમ વસ્ત્રો પહેરાવેલા રાખવાથી તે�ઓને ઉપરોકત બીમારી લાગુ પડવાની શકયતા ઘટી જશે.

શિયાળાની ઋતુમાં જો

નાની વયના બાળકોમાં રોગ પ્રતિકારક શકિત ઓછી હોય તેની વિશેષ કાળજી રાખવી જરૂરી

અન્ય સમાચારો પણ છે...