• Gujarati News
  • સપ્તાહ બાદ ભાવનગરમાં ગરમીનો પારો 40 ડિગ્રીની નીચે ઉતરી ગયો

સપ્તાહ બાદ ભાવનગરમાં ગરમીનો પારો 40 ડિગ્રીની નીચે ઉતરી ગયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રિપોર્ટર. ભાવનગર. 28 મે

ભાવનગરશહેરમાં ગત તા.21મી મેએ મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયા બાદ હિટવેવ શરૂ થતા તાપમાન 40 ડિગ્રીથી 45 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેતા બળબળતી ગરમી નોંધાઇ હતી તેના એક સપ્તાહ બાદ શહેરનું તાપમાન 40 ડિગ્રીથી નીચે આવીને આજે 38.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાતા ગરમીમાં નજીવી રાહતનો અનુભવ થયો હતો.

ભાવનગર શહેરમાં મે માસના અંતિમ દિવસોમાં ગરમીનું પ્રચંડ મોજું ફરી વળ્યું હતુ અને તાપમાન 42 ડિગ્રીથી 45 ડિગ્રી સેન્ટીગ્રેડ વચ્ચે નોંધાતા નગરજનો ગરમીના કારણે ત્રસ્ત થઇ ગયા હતા. જો કે 21મી મેના રોજ 40 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયા બાદ 6 દિવસ સુધી આકરો તાપ વરસ્યા બાદ આજે શહેરનું તાપમાન 40 ડિગ્રીથી નીચુ 38.8 ડિગ્રી રહેતા નગરજનોએ ગરમીમાં થોડી રાહતનો અનુભવ આજે સાંજના સમયે કર્યો હતો. ભાવનગર શહેરમાં આજે મહત્તમ તાપમાન 38.8 ડિગ્રી રહ્યા બાદ લઘુત્તમ ઉષ્ણતામાન 28.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 52 ટકા નોંધાયું તો પવનની સરેરાશ ઝડપ ગઇ કાલની જેમ 21 કિલોમીટરની નોંધાઇ હતી. સાંજના ભાગે પવનની ગતિ વધી ગઇ હતી, અને ભાવનગરના ગ્રામ્ય પંથકોમાં વરસાદના હળવા ભારે ઝાપટા પડ્યા હતા તેની અસર ભાવનગર શહેરના તાપમાન પર પણ જોવા મળી હતી. અકળાવનારી ગરમીમાંથી લોકોને રાહત મળી હતી.

શહેરનું મહત્તમ તામાન

તારીખમહત્તમ તાપમાન

21મે 39.8 ડિગ્રી સેન્ટીગ્રેડ

22 મે 42.3 ડિગ્રી સેન્ટીગ્રેડ

23 મે 45.0 ડિગ્રી સેન્ટીગ્રેડ

24 મે 43.2 ડિગ્રી સેન્ટીગ્રેડ

25 મે 43.8 ડિગ્રી સેન્ટીગ્રેડ

26 મે 42.0 ડિગ્રી સેન્ટીગ્રેડ

27 મે 40.0 ડિગ્રી સેન્ટીગ્રેડ

28 મે 38.8 ડિગ્રી સેન્ટીગ્રેડ

ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 1.2 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 38.8 ડિગ્રી પર પહોંચી ગયું