તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોશિયલ મીડિયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોશિયલમીડિયામાં મુખ્યત્વે ફેસબૂક, વોટ્સએપ અને ટ્વીટર વચ્ચે ગળાકાપ હરિફાઇ ચાલી રહી છે, અને નવા નવા ફીચર્સ વડે તમામ કંપનીઓ પોતાના યુઝર્સ સાંચવી રાખવા અને નવાને આકર્ષવાનું કામ કરી રહ્યા છે. ટ્વીટરના વપરાશકારોને થોડી ગુંગળામણ હતી, શબ્દ મર્યાદા હોવાને કારણે તેઓ પોતાની અભિવ્યક્તિ મોકળાશથી કરી શક્તા હતા. પરંતુ હવે ટ્વીટરે પણ શબ્દમર્યાદા હટાવી અને હરિફોને પડકાર ફેંક્યો છે.

ટ્વીટર પર યુઝર્સે હવે પોતાની વાત વ્યક્ત કરવા માટે બંધન હટી ગયુ છે અને ટોલ ટ્વીટ્સ, ટ્વીટ લોન્ગર અને ટ્વીન જોય સાઇટથી હવે લાંબી લાંબી ટ્વીટ પણ પોસ્ટ કરી શકાશે. ટ્વીટરનો ઉપયોગ સેલિબ્રિટીઓ, લેખકો, ક્રિકેટરો, રાજકીય અગ્રણીઓ દ્વારા વધુ કરવામાં આવી રહ્યો છે. અને તેઓ પોતાની અભિવ્યક્તિ માત્ર પોતાના એકાઉન્ટમાં કરે છે, અને બાકીના લોકો તેને ફોલો કરે છે. ટ્વીટમાં વીડિયો સામેલ કરી અને તેના પર પાસવર્ડ મુકી ફક્ત પસંદગીના યઝર્સ તે જોઇ શકે તેના વિકલ્પ પણ આપવામાં આવ્યા છે. ઉપરાંત વેબ લિન્ક પ્રીવ્યૂ પણ ઉમેરવામાં આવ્યુ છે. મેસેજ વડે મોકલવામાં આવેલી લિન્કનું પ્રીવ્યૂ પણ જોઇ શકાશે. જો પ્રીવ્યૂમાં લિન્કનું કામ નજરે ચડતુ હોય તો તેના પર ક્લીક કરી શકાય છે અને તેનાથી સમય પણ વ્યતિત થતો નથી.

રીડ રીસીપ્ટ વેબ વર્ઝન માટે કોમ્પ્યુટરથી ટ્વીટર એકાઉન્ટમાં લોગ-ઇન કરવુ પડે છે અને બાદમાં સ્ક્રીન પર ડાબી બાજુ ઉપલબ્ધ પ્રોફાઇલ ફોટો પર ક્લીક કરી મેનૂમાંથી સેટિંગનું વિકલ્પ પસંદ કરવું પડે છે.

ફેસબૂક-વોટ્સએપ દ્વારા સતત અપડેટ આપવામાં આવી રહ્યા છે. તાજેતરમાં વોટ્સએપ દ્વારા તેઓના વપરાશકારોને ગ્રુપમાં વધુ કોન્ટેક્ટ હોય તો તેવા સમયે એક એક નામ શોધવા જવુ પડે તેના માટે @ટાઇપ કરી અને નંબર નાંખવામાં આવે તો તુરત તે વ્યક્તિને સીધો મેસેજ મુકી શકાય છે. ફેસબૂકની રીસર્ચ ટીમ સતત યુવા લોકોનો સંપર્ક કરે છે, ફિલ્ડની ટીમ કોલેજ-શાળાઓના વિદ્યાર્થીઓને મળી અને તેઓને શું નવું જોઇએ છે, તે બાબતોથી રીસર્ચ અેન્ડ ડેવલોપમેન્ટ ટીમને માહિતગાર કરે છે.

રાજકારણીઓનું નિવેદન હવે ટ્વીટરથી

અગાઉરાજકીય અગ્રણી લોકો મીડિયાને સંબોધન કરવા માટે ફોન, ફેક્સ, ઇમેલનો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે તમામ નેતાઓ પોતાના ટ્વીટર હેન્ડલ પર જે કાંઇ કહેવાનું હોય તે કહે છે. મીડિયા પણ સતત નેતાઓના ટ્વીટર એકાઉન્ટ ફોલો કરતા રહે છે.

ટ્વીટર પરની 140 શબ્દોની મર્યાદા દૂર કરાઇ

અન્ય સમાચારો પણ છે...