તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવ. િજલ્લા કક્ષાના િવજ્ઞાન મેળામાં 85 કૃતિઓ રજૂ થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરાળા બ્યુરો | 29 સપ્ટેમ્બર

ભાવનગર િજલ્લાની માધ્યમિક અને પ્રાથમિક શાળાઓનો િજલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો સંયુક્ત રીતે આગામી ઓક્ટોબર માસમાં તા.20થી 22 સુધી ઉમરાળા ખાતે પી.એમ. સર્વોદય હાઈસ્કૂલમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. િવજ્ઞાન મેળામાં ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ સહિતનાં કુલ પાંચ વિભાગોમાં માધ્યમિક અને પ્રાથમિક શાળાઓનાં શાળા િવકાસ સંકુલ તેમજ તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરનારી કૃતિઓ રજૂ કરવામાં આવશે.

ત્રણ દિવસ ચાલનારા પ્રદર્શનમાં 170 િવદ્યાર્થીઓ અને સાયન્સમાં રસ ધરાવતા 85 શિક્ષકો પોતાની 85 જેટલી કૃતિઓ રજૂ કરશે. જેમાં વૈજ્ઞાનિક અને ગાણિતિક નાવિન્યકરણનાં મુખ્ય વિષયતળે કૃષિ (Agriculture), ઉર્જા (Eneryg), સ્વાસ્થ્ય (Health), પર્યાવરણ (Environment) અને સંસાધનો (Resources) જેવા જુદા-જુદાવિભાગોને સાંકળેલા હશે. િસહોર, વલભીપુર અને ઉમરાળા તાલુકાની તમામ માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક તથા તમામ પ્રાથમિક શાળાઓનાં હજારો િવદ્યાર્થીઓ અને તેમનાં વાલીઓને પ્રદર્શન િનહાળવા માટે બોલાવવામાં આવશે.

િજલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અને િજલ્લા શિક્ષણાધિકારી કચેરીનાં સંયુક્ત ઉપક્રમે યોજાનાર ગણિત વિજ્ઞાન મેળાને સફળ બનાવવા માટે ઉમરાળા સર્વોદય કેળવણી મંડળ, તાલુકા પ્રાથમિક શિક્ષણ કચેરી, પી.એમ. સર્વોદય હાઈસ્કૂલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, કેન્દ્રવર્તી શાળા નં.1 અને (કુમારશાળા તથા કન્યાશાળા), ગ્રામ પંચાયત કચેરી સહિતની સંસ્થાઓ જહેમત ઉઠાવી રહી હોવાનું મેળા આયોજનનાં કન્વીનર ડો.રામદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું.

170 િવદ્યાર્થીઓ, 85 શિક્ષકો જોડાશે

ઉમરાળા સર્વોદય સ્કૂલમાં યોજાશે કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...