તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • રખડતા ઢોરના મામલે તંત્ર દરેક મુદ્દે સહમત :ટંૂક સમયમાં ઉકેલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રખડતા ઢોરના મામલે તંત્ર દરેક મુદ્દે સહમત :ટંૂક સમયમાં ઉકેલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર, ભાવનગર | 7 સપ્ટેમ્બર

ભાવનગરશહેરમાં રખડતા ઢોરના ત્રાસના મામલે મ્યુ. તંત્ર અને પાંજરાપોળના સંચાલકો સાથે ચર્ચાઓ થઇ હતી, જેમાં તંત્રએ તમામ મુદ્દે સહમતિ આપી હતી, હાલમાં પાંજરાપોળના સંચાલકો, ટ્રસ્ટીગણ ચર્ચા કરીને ગણતરીના દિવસમાં ઉકેલ અંગે લીલીઝંડી આપશે. ત્યાર બાદ શહેરમાં ઢોર પકડવાની કાર્યવાહીમાં ગતિ લાવવામાં આવશે, તેમ મ્યુ. કમિશનર મનોજ કોઠારીએ જણાવ્યંુ હતંુ.

શહેરમાં રખડતા ઢોરનો પ્રશ્ન પેચિદો બન્યો છે. જેનો કાયમી ઉકેલ લાવવા શહેરીજનોમાંથી માંગણી ઉઠી રહી છે. ત્યારે મ્યુ. તંત્રએ કોઇ પણ સંજોગોમાં નિર્ણય લેવા ખાત્રી આપી હતી. જેમાં પાંજરાપોળના સંચાલકો, પ્રતિનિધિઓ દ્વારા મામલે હાલમાં તહેવાર પુરા થયા બાદ તમામ ટ્રસ્ટીગણ સાથે ચર્ચા કરીને ઢોરને સ્વિકારવા માટે હકારાત્મક વલણ દાખવ્યંુ છે.

અંગે મ્યુ. કમિશનર મનોજ કોઠારીએ જણાવ્યંુ હતંુ, પાંજરાપોળના સંચાલકો પણ મામલે હકારાત્મક છે.

તહેવારો બાદ ગણતરીના દિવસોમાં તેવો ઢોર મોકલી આપવાની સહમતિ આપે તુરંત અહીં રખડતા ઢોર પકડવાની કાર્યવાહી તેજ ગતિમાં શરૂ કરાશે. સમસ્યામાં હંગામી ધોરણે નહીં પણ કાયમી ઉકેલ આવે તે દીશામાં કાર્યવાહી કરાશે.

અંગે સમઢિયાળા પાંજરાપોળના રાજુભાઇ ઘી વાળાએ જણાવ્યંુ હતંુ કે, શહેરમાંથી સમસ્યાનો ઉકેલ આવતો હોય તેમાં અમને કોઇ વાંઘો હોઇ શકે. ગણતરીના દિવસમાં મામલે મ્યુ. કોર્પોરેશન સાથે કાયમી નિરાકરણ માટે નિર્ણય લેવાશે.

....તો પોલીસ મેદાનમાં આવશે

મ્યુ.તંત્ર દ્વારા ઢોર પકડવાની કાર્યવાહી ટંૂક સમયમાં કરવાની ખાત્રબી આપી છે ત્યારે પોલીસ તંત્ર પણ મેદાનમાં ઉતરવા કમરકસી છે.આ અંગે ડીવાયએસપી શેખએ જણાવ્યંુ હતંુ કે, પશુ પાલકો કોર્પોરેશનનની કાર્યવાહીથી નહીં સમજે તો જેના પશંુઓ રોડ પર હશે તેની સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ઇન્ચાર્જ કર્મીએ કહ્યંુ મને આમાથી મુક્ત કરો

મ્યુ.કમિશ્નર સમક્ષ ઇન્ચાર્જ અધિકારી મુકેશ ગોહેલએ ઢોર પકડવાની કામગીરીમાંથી મુક્ત કરવા કમિશનરને પત્ર લઇને રજૂઆત કરી છે. જેમાં જણાવાયંુ છે કે, સોલીડ વેસ્ટમાં ત્રણ વોર્ડમાં સેનેટરી ઇન્સ્પેકટર તરીકે ફરજ ચાલુ છે. જે વોર્ડ મોટા છે. નિચાણ વાળા વોર્ડમાં કચરના ફરિયાદો વધુ રહે છે. અા ઉપરાંત માર્કેટ કતલખાનાનો વધારાનો ચાર્જ પણ છે. હાલમાં સ્વચ્છતા ઝંુબેશ ચાલે છે ત્યારે એક સાથે ત્રણ ત્રણ કામગીરી શકય નહીં હોવાથી પશંુ પકડવાની કામગીરીમાંથી મુક્તિ અાપવા અરજ કરી હતી.

પાંજરાપોળના સંચાલકોના નિર્ણય બાદ શહેરમાંથી ઢોર પકડવા માટે ગતિ આવશે : કમિશનર કોઠારી

વાટાઘાટો | શહેરમાં ઢોરની સમસ્યા કાયમી ઉકેલ ઝંખે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો