તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • તલાટી મંત્રીની બદલી થવા છતાં ચાર્જ નહીં સોંપતા પંચાયતને તાળા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તલાટી મંત્રીની બદલી થવા છતાં ચાર્જ નહીં સોંપતા પંચાયતને તાળા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્વેસ્ટિગેશન રિપોર્ટર |ભાવનગર | 7 સપ્ટેમ્બર

વલભીપુરતાલુકાના પાણવી ગામનો વિવાદ વધુ વકર્યો છે. થોડા સમય પૂર્વે પાણવી ગામના તલાટીએ સરપંચ સામે પોલીસ કેસ કર્યા બાદ તેમની બુધેલમાં બદલી થઈ હતી. પરંતુ તે તલાટીએ પાણવીનો ચાર્જ બીજા તલાટીનો સોંપ્યો નહીં અને બુધેલ હાજર નહીં થતા છેલ્લા પાંચ-છ દિવસથી પાણવી ગ્રામ પંચાયત કચેરીને તાળા લાગતા ભારે ચર્ચા જાગી છે.

વલભીપુર તાલુકાના પાણવી ગામના બનાવો છેલ્લા ઘણા િદવસોથી િજલ્લાભરમાં ચર્ચામાં છે. એકા’દ મહિના પૂર્વે પાણવી ગામના તલાટી-મંત્રી શશીકાંત િહરાણીએ પાણવીના સરપંચ િવરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તલાટીએ પોલીસ રક્ષણ માટે ટીડીઓને અરજી કરી હતી. જે દરમિયાન પાણવીના તલાટી હિરાણીની બુધેલમાં અને બુધેલના તલાટી શક્તિસિંહ પલાણીયાની પાણવીમાં અરસ પરસ બદલી થવા પામી હતી. બુધેલના તલાટીએ બુધેલનો ચાર્જ છોડી પાણવી પહોંચ્યા પરંતુ પાણવીના બદલી પામેલ તલાટીએ શક્તિસિંહ પલાણીયાને ચાર્જ સોંપ્યો નહીં.

જેથી છેલ્લા પાંચ-છ દિવસથી પાણવી ગ્રામ પંચાયતની કચેરીને તાળા લાગ્યા છે. પાણવીના બદલી પામેલ તલાટીએ ગ્રામ પંચાયતનો દફતરી હવાલો બીજા તલાટીને નહીં સોંપતા હાલમાં બુધેલ અને પાણવી બન્ને ગામને વહીવટ ખોરંભે ચડ્યો છે. તંત્ર અને તલાટી વચ્ચેના વિવાદને કારણે િજલ્લાભરમાં ભારે ચર્ચા જાગી છે.

વોરંટ ઈસ્યુની કાર્યવાહી શરૂ

^પાણવીઅને બુધેલના તલાટીને બદલી અને ચાર્જ સોંપવાનો હૂકમ કર્યો છે. પરંતુ હજુ સુધી પાણવીના તલાટી હિરાણીએ પાણવીનો ચાર્જ સુપ્રત નથી કર્યો જેથી લેન્ડ રેવન્યુ કોડની કલમ 25 નીચે વોરંટ ઈસ્યુ કરવા મામલતદારને સૂચના આપી છે. જેથી પોલીસ દ્વારા હાજર કરી દફતરી સોંપણી થશે.> સી.સી.પટેલ, ડે.ડી.ડી.ઓ.,જિ.પં.

પાણવીના તલાટીએ પોલીસ રક્ષણ માગતા પાણવી અને બુધેલના તલાટી મંત્રીની અરસપરસ કરાઇ બદલી

ખોરંભે | વલભીપુરના પાણવી ગામનો િવવાદ વકર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો