તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ભયેશ્વર મહાદેવ મંદિર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર પ્રભુદાસ તળાવ ટેકરી ચોકમાં 124 વર્ષ પૂરાણા મંદિરની સ્થાપના સં. 1955માં મહા સુદ-13એ પંડિત દલસુખરાય છગનલાલ રાવળે સ્વાંતસુખ માટે અને પોતાનો પરિવાર કાયમ શિવ આરાધનામાં લીન રહે તે હેતુથી કરી હતી.

મંદિરનુ શિવલિંગ વારાણસી કાશીમાંથી લાવવામાં આવ્યુ છે. અને કાશી વિશ્વનાથની આબેહુબ પ્રતિકૃતિ છે મંદિરની અનેક વિશેષતાઓ છે. જયારે પાટોત્સવ હોય અથવા તો પ્રદોષ કાળ હોય એવા સમયે મંદિરમાં અનેક મંત્રજાપનુ અનુષ્ઠાન થાય છે. અગાઉ એક વખત શ્રાવણ માસમાં ઓમ નમ: શિવાય મંત્રના સવા કરોડ જપ થયેલા છે. અવાર નવાર આજ મંદિરના મહંત ભાવેશભાઇ રાવળ દ્વારા આજ જગ્યામાં શ્રીમદ્દ ભાગવત કથા તેમજ રામચરિત માનસ વિશે કથા પારાયણ યોજાય છે. ચાલુ શ્રાવણ માસમાં શ્રીરામ ચરિત માનસ ઉપર નિયમિત પ્રવચન યોજાનાર છે.

મંદિરની પ્રતિષ્ઠાને જયારે 100 વર્ષ પુરા થયા ત્યારે ઓરિસ્સા શ્રીજગન્નાથપુરીના શંકરાચાર્ય શ્રીદત્ત યોગેશ્વર દેવતીર્થ મહારાજ પવિત્ર જગ્યામાં પધાર્યા હતા. શ્રાવણ માસમાં દિપમાળા અને ફુલની આંગીના સુંદર દર્શન અહીં ભકતો કરીને મનમાં શાંતિ મેળવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો