તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધર્મેન્દ્ર પાઠક |ભાવનગર | મહુવા બ્યુરો | 13 ઓગસ્ટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધર્મેન્દ્ર પાઠક |ભાવનગર | મહુવા બ્યુરો | 13 ઓગસ્ટ

દિવ્યભાસ્કર ગ્રુપ દ્વારા પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે એક વૃક્ષ એક જીવન અભિયાનના ભાવનગરમાં અને પ્રભાવી આરંભ થયો છે જેમાં શહેરની વિવિધ સામાજિક, શૈક્ષણિક વિ. સ્વૈચ્છિક રીતે સંસ્થાઅોએ પોતાની પ્રકૃતિ પ્રતિ પોતાની જવાબદારી સમજી ઋણ અદા કરવા જોડાઇ ગઇ છે. ઝૂંબેશમાં અત્યાર સુધીમાં સેંકડો રોપાઓનું વાવેતર કાર્ય પૂર્ણ થઇ ગયું છે. અભિયાનને બિરદાવતા સંસ્થાઓએ જણાવ્યું હતુ કે અમે માત્ર રોપાનું વાવેતર નથી કર્યુ પણ તેને ઉછેરવાના સામૂહિક સંકલ્પ પણ ગ્રહણ કર્યા હતા તો બાળકોએ ખુશી વ્યક્ત કરી તેઓ પોતાના ઘર કે સોસાયટી�અોમાં પણ વૃક્ષારોપણ માટે પ્રેરણા આપશે તેવા સંકલ્પ પણ લીધા હતા. શહેરમાં મહિલા બાગ ખાતેથી રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કાર્ય શરુ કરવામાં આવ્યું છે. જેનો લાભ વિવિધ સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમી નગરજનો પણ લઇ રહ્યા છે. ચોમાસુ મધ્ય ભાગે પહોંચ્યુ છે ત્યારે રોપા યોગ્ય જગ્યાએ અને યોગ્ય રીતે વાવવામાં આવે તો વરસાદ બાદ ભાવનગર શહેર અને જિલ્લામાં હરિયાળી વધશે જેનો સીધો લાભ પર્યાવરણને થશે. વન વિભાગ દ્વારા પણ વૃક્ષારોપણને ઉત્તેજન મળે તે માટે પગલા ભરવામાં આવી રહ્યા છે. ભાવનગરમાં ખાસ કરીને શિક્ષણ સંસ્થાઓમાં બાળકો દ્વારા ઠેર ઠેર વૃક્ષારોપણ થઇ રહ્યુ છે જેથી આપણી નવી પેઢી પર્યાવરણ પ્રત્યે સભાન બની છે તેમજ વૃક્ષોને વાવી તેની જાળવણી માટે પણ કટીબદ્ધ થઇ રહી છે.

સૌરાષ્ટ્રસમાચારની વૃક્ષારોપણની ઝુંબેશમા આપ પણ સહભાગી થવા ઇચ્છતા હો તો મોબાઇલ નં.9979036907 પરનો સંપર્ક કરો અથવા email:ssamachar@dbcorp.in પરમેઇલ કરો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો