તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • પ્રમુખ સ્વામી મહારાજને બહુ પ્રિય હતી ભાવેણાની ભૂમિ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રમુખ સ્વામી મહારાજને બહુ પ્રિય હતી ભાવેણાની ભૂમિ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આજેપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલિન થવાના સમાચાર સાંભળી ભાવનગરના હજારો હરિભકતોમાં ભારે શોકની લાગણી પ્રસરી વળી છે. ભાવનગરની ભૂમિ પ્રમુખ સ્વામિ મહારાજને બહુ પ્રિય હતી અને પંથકના હરિભક્તો પર તેમની વિશેષ કૃપા વરસતી હતી અને તેથી ભાવનગરની ભૂમિમાં પ્રાત: સ્મરણીય સંતના બે ચાર નહીં પણ અંદાજે 55થી વધુ વખત પુનિત પગલા પડી ચૂક્યા હતા.

ભાવનગરમાં પ્રમુખ સ્વામી મહારાજે સૌથી મહત્વની ભેટ જો આપી હોય તો તે છે કલાત્મક ધાર્મિક અક્ષરવાડીનું મંદિર. ઇ.સ.2006ના વર્ષમાં અક્ષરવાડીનું નિર્માણ કાર્ય પૂર્ણ થતા પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. આજે તો અક્ષરવાડી કલાનગરી ભાવનગરની એક આગવી ઓળખ બની ગયું છે. અક્ષરવાડીમાં દર વર્ષે હજારો હરિભક્તો સત્સંગરૂપી શાંતિ મેળવે છે. અક્ષરવાડીમાં વિદ્યાર્થીઓ બાળકથી લઇને વૃદ્ધજન સૌ કોઇમાં ધાર્મિક સંસ્કારનું સિંચન થાય છે. તાજેતરમાં અક્ષરવાડીની સ્થાપનાનો દશાબ્દિ મહોત્સવ પણ ધર્મમય માહોલમાં ભારે ઉત્સાહભેર ઉજવાયો હતો.

પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી

પ્રમુખ સ્વામી મહારાજની ભક્તિથી લઇને સામાજિક સેવાની તસવીરી ઝલક

2006ના વર્ષમાં પૂ. પ્રમુખ સ્વામીના હસ્તે ભાવનગર ખાતે અક્ષરવાડીમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયેલો

સ્મૃતિ યાદ | ભાવનગરમાં બે-ચાર નહીં પણ 55 વખત આવી પૂજ્ય સ્વામીએ હરિભક્તોને દર્શનનો લાભ આપેલો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો