તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેઘાના વિરામથી ગરમી 3.3 ડિગ્રી સેન્ટીગ્રેડ વધી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેધર રિપોર્ટર | ભાવનગર | 13 �ઓગસ્ટ

ભાવનગરશહેર અને જિલ્લામાં ચારેક દિવસથી વરસાદે વિદાઇ લઇ લેતા ગરમીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે અને ચાર દિવસમાં શહેરમાં મહત્તમ તાપમાન 3.3 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને આજે 34.3 ડિગ્રી સેન્ટીગ્રેડે આંબી જતા નગરજનોને આજે બપોરના સમયે સૂર્યપ્રકાશ ખિલતા ગરમીનો અનુભવ થયો હતો.

ભાવનગર શહેરમાં છેલ્લા ચારેક દિવસથી મેઘરાજાએ વિરામ પાળ્યો છે અને બીજી બાજુ બપોરના સમયે વાદળો વિખરાતા ગરમીનો માહોલ દેખાવા લાગ્યો છે. ચાર દિવસ પહેલા શહેરનું મહત્તમ તાપમાન 31 ડીગ્રી સેન્ટીગ્રેડ જેવું હતુ તે આજે 34.3 ડીગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા અને હવામાં ભેજનું પ્રમાણ પણ 51 ટકા જેવું ઉંચુ રહેતા ભાવેણાવાસીઅોએ આજે બપોરે શ્રાવણના બીજા સપ્તાહમાં ભાદરવાના આરંભ જેવી ગરમીનો અનુભવ થયો હતો. આજે શહેરનું લઘુત્તમ ઉષ્ણતામાન 24.9 ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું હતુ તો હવામાં ભેજનું પ્રમાણ 51 ટકા નોંધાયું જ્યારે પવનની સરેરાશ ઝડપ 9 કિલોમીટરની નોંધાઇ હતી. આમ, મેઘરાજાના વિરામની સાથે વાદળો વિખાતા પંથકમાં ગરમીનો અનુભવ શરુ થયો છે.

ચાર દિવસથી

ગરમીમાં વધારો

તારીખમહત્તમ તાપમાન

10 ઓગસ્ટ 31.0 િડગ્રી

11 ઓગસ્ટ 32.0 િડગ્રી

12 ઓગસ્ટ 33.4 િડગ્રી

13 ઓગસ્ટ 34.3 િડગ્રી

શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ 51 ટકા

શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 4 દિવસમાં 3.3 ડિગ્રી વધીને 34.3 ડિગ્રીને આંબી ગયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો