તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ..તો શાળાઓમાં પણ બીજા અને ચોથા શનિવારે બાળકોને મળશે રજાની મજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

..તો શાળાઓમાં પણ બીજા અને ચોથા શનિવારે બાળકોને મળશે રજાની મજા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર | 13 ઓગસ્ટ

ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની આગામી બેઠક તા.29 ઓગસ્ટે મળવાની છે જેમાં શાળાઓમાં રાજ્ય સરકારની કચેરીઓની જેમ બીજા અને ચોથા શનિવારે રજા રાખવાની દરખાસ્ત આવી છે તેની ઉપર ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવામાં આવશે. ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા થોડા સમય પહેલા રજૂઆત ગુજરાત બોર્ડ સમક્ષ કરવામાં આવી હતી જે મુજબ ગુજરાત રાજ્ય સરકારની કચેરીઓમાં જે રીતે દર મહિને પહેલા અને ત્રીજા શનિવારે આખો દિવસ કામ કરવામાં આવે છે અને બીજા અને ચોથા શનિવારે રજા રહે છે તે રીતે શાળાઓમાં પણ અમલીકરણ કરવા દરખાસ્ત કરવામાં આવી છે.

તા.29 ઓગસ્ટને સોમવારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની બેઠક મળવાની છે તેમાં જીએસઇબીના સભ્ય ડો.પ્રિયવદનભાઇ કોરાટે રાજ્યની ધો.9થી ધો.12ની શાળાઓમાં બીજો અને ચોથા શનિવાર રજા રાખવાની દરખાસ્ત મુકી છે. અત્યારે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં દર શનિવારે અડધો દિવસ શિક્ષણ કાર્ય થાય છે. હવે જો નવી દરખાસ્ત મંજૂર થઇ જશે અને ગુજરાત સરકાર દ્વારા પણ બહાલી આપવામાં આવશે તો ધો.9થી ધો12ની તમામ શાળાઓમાં પહેલા અને ત્રીજા શનિવારે સોમવારથી શુક્રવારની જેમ આખો દિવસ શિક્ષણ કાર્ય થશે અને બીજો અને ચોથો શનિવાર રજા રહેશે. આથી બાળકો બીજા અને ચોથા શનિવારે બાળકો તેના પરિવાર સાથે આખો દિવસ રહી રજાની મજા માણી શકશે.

જોકે અંગે હજુ બોર્ડની તા.29મીએ મળનારી બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય લેવાનો છે અને ત્યારબાદ રાજ્ય સરકાર મંજૂરી આપે ત્યારે નિર્ણય ફાઇનલ ગણાશે પણ અત્યારે તો બીજા અને ચોથા શનિવારની રજાની વાત શિક્ષણ ક્ષેત્રે ટોક ઓફ ટાઉન બની છે.

વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તરવહી ચકાસણીમાં ફેરફાર કરો

ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં પરીક્ષાર્થીઓની ઉત્તરવહીઓનું ચેકીંગ તો થાય છે અને રૂબરૂ જોવા પણ મળે છે. પરંતુ પરીક્ષાર્થીનો જવાબ સાચો હોય તો બોર્ડ દ્વારા ગુણ સુધારી અપાતા નથી. પ્રથાથી કોઇ ફાયદો સાચા જવાબ લખનારાને થતો નથી. આથી પદ્ધતિ બદલીને વિદ્યાર્થી ધારે તે બે વિષયમાં પુન: મૂલ્યાંકન કરાવી શકે તેવો પ્રસ્તાવ પણ મુકવામાં આવ્યો છે.

શૈક્ષણિક સંઘ સમિતિ દ્વારા રજૂઆત કરાયેલી

હાલજે પદ્ધતિ અમલમાં જે તે મુજબ દર શનિવારે અડધો દિવસ શિક્ષણ કાર્ય થાય છે અને પરિણામે વિદ્યાર્થીઓની હાજરી શનિવારે ઓછી રહે છે. આથી રાજ્ય સરકારની કચેરીઓની જેમ પહેલા અને ત્રીજા શનિવારે આખો દિવસ શિક્ષણ કાર્ય અને બીજા અને ચોથા શનિવારે રજા રાખવામાં આવે તો અભ્યાસમાં કોઇ વાંધો નહીં આવે અને શાળાઓને વીજબીલ સહિતના ખર્ચાઓમાં રજાને લીધે બચત થશે તેમજ વિદ્યાર્થીઓ પણ વાલીઓ સાથે વધુ સમય રહી શકશે તે હેતુથી રજૂઆત કરવામાં આવી હતી.

29 ઓગસ્ટે મળનારી શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં દરખાસ્ત અંગે નિર્ણય થશે

િવચારણા | પહેલા અને ત્રીજા શનિવારે શાળાઓમાં આખો દિવસ શિક્ષણ કાર્ય થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો