તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ઢોરનો ત્રાસ દૂર કરવા કોર્પોરેશને કોર્ટમાં આપેલી ખાત્રી કાગળ પર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઢોરનો ત્રાસ દૂર કરવા કોર્પોરેશને કોર્ટમાં આપેલી ખાત્રી કાગળ પર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
{ કોર્ટના આદેશથી વેટરનરીની નિમણંુક કરાયેલી, પણ અધિકારીને બીજા કામે લગાડાયા

ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર, ભાવનગર |8 ઓગષ્ટ

શહેરમાંઢોરના ત્રાસથી લોકો કંટાળી ગયા છે. રોજે રોજ વાહન ચાલકોને ઢીંકે ચડાવતા ઢોરનો ત્રાસ ભુતકાળમાં પણ આવો હતો, જે તે સમયે મ્યુ. કમિશનર અને િજલ્લા પોલીસ વડા સામે કોર્ટમાં કેસ થયો હતો. જેના અનુસંધાને તાત્કાલિક ધોરણે વેટરનરી ડોકટર તરીકે મહેશ હીરપરાની નિમણંુક કરાઇ હતી. જેમાં જાહેરમાં રખડતા ઢોરોને પકડીને ડબ્બે પુરવાનો કોર્ટ સમક્ષ અમલદારોએ ખાત્રી આપી હતી.

વધુમાં બિમાર ઢોરની સારવાર કરવા, ડબ્બે પુરાયેલા ઢોર મૃત્યુ પામે તો તુરંત પોસ્ટ મોટમ કરવંુ, માલિકીના ઢોર હોય તો દંડ વસુલીને પહોંચ આપવી સહિતની અનેકવિધ ખાત્રીઓ આપી હતી, છતાં તેમાથી 50 ટકા પણ પાલન થતંુ નથી, લોકો પાસે માત્ર વેરાની અપેક્ષા રાખતંુ તંત્ર સવલત અાપવા કે લોકોનંુ રક્ષણ કરવામાં નિષ્ફળ ગયંુ છે. જે અંગે જાગૃત કર્મચારી મંડળે કમિશનરને ભુતકાળ તો યાદ કરાવ્યો છે, પણ કાર્યવાહી થશે કે કેમ તેના ઉપર સૌની મીટ મંડાયેલી છે.

જે ઢોર પકડાય તેના શિંગડા લાલ કરીશંુ!!

કોર્ટસમક્ષ જુબાની આપના કોર્પોરેશન કેટલંુ પાળી શકે તેનો દાખલો છે, જેમાં સ્પષ્ટ લેખિતમાં કહેવાયંુ હતંુ કે, જે ઢોર પકડાશે તેના શિંગડા લાલ કલરથી રંગવામાં આવશે. અને કાનમાં પિત્તળની રીંગ બિબો લગાડવામાં આવશે. જેથી ફરીથી ગાય પકડાય તો સિધો કોર્ટ કેસ દાખલ કરાય. ઉપરાંત કુતરાનો ત્રાસ પણ દૂર કરવાની ખાત્રી અપાઇ હતી. પરંતુ તમામ ખાત્રીઓ માત્ર કાગળ ઉપર રહેતા નગરજનોમાં રોષ ફેલાયો છે.

નિયમ ભંગ | તંત્રને યાદ અપાવી હવે કાર્યવાહી પર મીટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો